Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

મુખ્યમંત્રી નક્કી કરવાનું કામ ધારાસભ્યો અને રાજકીય પક્ષોનું છે. સમાજનું નથી

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન આર.પી.પટેલે કહ્યું એ નરેશભાઈ પટેલની અંગત લાગણી હતી . દરેક સંસ્થાઓ સહતમ હોય તે જરૂરી નથી.

અમદાવાદ :ખોડલધામના નરેશ પટેલે પાટીદાર સંદર્ભે કરેલા નિવેદનને મુદ્દો બનાવી ખોટી રીતે ચગાવવામાં આવ્યાની વ્યથા પાટીદારોની સામાજીક અને ધાર્મિક સંસ્થાઓના આગેવાનો ઠાલવી રહ્યા છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન આર.પી.પટેલે જણાવ્યું કે, એ લાગણી નરેશભાઈની અંગત લાગણી હતી. દરેક સંસ્થાઓ સહતમ હોય તે જરી નથી. મુખ્યમંત્રી નક્કી કરવાનું કામ તો ધારાસભ્યો અને જે તે રાજકીય પક્ષોનું છે. સમાજનું નથી

 બીજીતરફ સિદસર સ્થિત સંસ્થા સાથે સંકળાયેલા પાટીદાર આગેવાન જેરામ પટેલે પણ નરેશભાઈએ સમાજ પ્રત્યેની લાગ્ણી દર્શાવ્યાનું કહેતા મુદ્દાનું ખોટું અર્થઘટન કરીને ચગાવવામાં આવ્યો હોવાનું કહ્યું હતું. ગત સાહે ગુજરાતમાં ભાજપના પ્રભારીની બેઠકો, કોંગ્રેસમાં નવા પ્રદેશ અધ્યક્ષ માટે ચાલતી માથાપચ્ચી અને આપના કેજરીવાલના પ્રવાસની તૈયારીઓ વચ્ચે ખોડલધામ ખાતે પાટીદારોની અગ્રણી સંસ્થાઓની બેઠક મળી હતી.

જેમાં નરેશ પટેલે મીડિયા સમક્ષ કોઈ પણ સમાજ પોતાના મુખ્યમંત્રી બને તેવી ઈચ્છા ધરાવતો હોય એવું નિવેદન આપ્યું હતું. આ સંદર્ભે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન આર.પી.પટેલે કહ્યું કે, સમાજની સંસ્થાઓ કયારેય કોઈ રાજકીય પક્ષને સમર્થન આપી શકે નહીં. સંસ્થામાં રહેલા આગેવાન કોઈપણ પક્ષમાં હોઈ શકે છે. તે પોતાના કામના આધારે પ્રમોટ થાય, વ્યકિતગત રીતે સમર્થન અપાય પણ તેમાં એ અર્થઘટન યોગ્ય નથી કે સંસ્થા સમર્થન આપે છે

(12:57 pm IST)