Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારીની નિમણુંક બાદ તુરત પ્રદેશ પ્રમુખની વરણી થશે

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૮: પ્રદેશ કોંગ્રેસના પ્રભારીની નિમણુંક બાદ તુરત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખની વરણી કરવામાં આવશે જેમાં પ્રદેશ પ્રમુખ તરીકે ભરતભાઇ સોલંકીની વરણી ફાઇનલ મનાઈ છે તેવી કોંગ્રેસી વર્તુળોમાંથી જાણવા મળેલ છે.

આગામી આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ નું સંગઠન માળખું ચેતન વંતુ બનાવવા ના ભાગ રૂપે તાત્કાલિક પ્રદેશ પ્રમુખની વરણી કરવામાં આવશે તેવું કોંગ્રેસી વર્તુળો દ્વારા જાણવા મળેલ હતું.

આ અંગે કોંગ્રેસી વર્તુળો દ્વારા મળતી માહિતી કે ટુક સમયમાં જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારીની નિમણુંક કરવામાં આવશે અને ત્યાર બાદ તુરત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે હોશિયાર અનુભવી અને બિન વિવાદાસ્પદ અને ભારતીય જનતા પાર્ટીને ઘોળીને પીઈ જાય તેવા બાહોશ અને કદાવર આગેવાન અને માજી કેન્દ્રીય મંત્રી ભરત ભાઈ સોલંકી ઉપર કળશ ધોળવા માં આવશે તેવી પુરે પુરી શકયતા ઓ જોવા મળેલ છે અને ખાસ અંગત વર્તુળો દ્વારા જાણવા પણ મળેલ છે શ્રી ભરત ભાઈ સોલંકી પ્રદેશ પ્રમુખ તરીકે ફાઇનલ તો મનાઈ છે તે વાત એકદમ નક્કી છે પણ વરણી હાથ વેંત માં હોવા નું પણ અંગત પાત્ર એ જણાવેલ હતું

ભરતભાઈ સોલંકીની વરણી એટલા માટે ફાઇનલ ગણાય છે કે ભરત ભાઈ સોલંકી આવડત અનુભવ અને સાથો સાથ ગુજરાત કાઙ્ખંગ્રેસી કાર્યકરો કે આગેવાનો માં એકદમ બિનવિવાદા સ્પદ વ્યકિત તરીકે ની જબરી છાપ ધરાવેછે અને શ્રી ભરત ભાઈ સોલંકી દરેક જ્ઞાતિ ના આગેવાનો કાર્યકરો ને સાથે રાખી ચાલનારા નેતા છે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

(1:03 pm IST)