Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

દક્ષિણ ગુજરાતમાં અનરાધાર ૧ થી ૬ ઈંચ ભારે પવન સાથે વરસાદઃ ઉત્તર ગુજરાત પંથકમાં ૩ ઈંચ પૂર્વ અને મધ્ય ગુજરાત પંથકમાં ઝરમરથી ૨ ઈંચ વરસાદઃ કચ્છડો કોરો ધાકડ

રાજયના ૨૮ જિલ્લાના ૧૨૧ તાલુકાઓ પર હેત વરસાવતા મેઘરાજા

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ રાજયમાં જાણે ચોમાસુ સક્રિય થયું હોઈ તેમ ૨૮ જિલ્લાના ૧૨૧ તાલુકાઓ માં મેઘરાજા મેહેર વરસાવી રહ્યા છે . દક્ષિણ ગુજરાત તેમજ વડોદરા પંથકમાં ભારે પવન સાથે મેઘરાજાએ એન્ટ્રી મારતા જનજીવન ખોરવાયું હતું વરસાદને પગલે પ્રજાજનોએ કાળઝાળ ગરમીમાં રાહત અનુભવી છે

   ચોમાસાની સીઝનના પહેલા વરસાદથી કેટલાક વિસ્તારોમાં ખેડૂતો આનંદમાં આવી ગયા છે પરંતુ ભારે વરસાદને પગલે વૃક્ષો  ધરાશાયી થવાના, ર્હોડિંગસો તૂટી પાડવાના તેમજ નીચાણ વાળા વિસ્તારમાં પાણી ફરી વાળવાના બનાવો સામે આવ્યા છે.

મેઘરાજાએ સૌથી વધુ હેત દક્ષિણ ગુજરાત પંથક ઉપર વરસાવ્યું છે. ફ્લડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદના મુખ્યતેવે આંકડાને જોઈએ તો ગણદેવી ૧૪૦ મિમિ,વલસાડ ૧૩૪ મિમિ,પારડી ૧૧૮ મિમિ,ઉમરગામ ૧૦૧ મિમિ,વડગામ,સુરત સીટી અને ૭૪-૭૪ મિમિ ,જલાલપોર ૭૩ મિમિ,ખેરગામ ૬૯ મિમિ,વાપી ૫૧ મિમિ,ઓલપાડ ૪૯ મિમિ,તારાપુર ૪૩ મિમિ,પાદરા ૪૦ મિમિ વરસાદ નોંધાયો છે.

તો ચોર્યાસી  ૩૫ મિમિ,વડોદરા ૩૫ મિમિ,ચીખલી ૩૧ મિમિ,બાવળા ૨૬ મિમિ,પલસાણા ૨૨ મિમિ ,ભાભર અને હાલોલ ૨૧-૨૧ મિમિ વરસાદ નોંધાયો છે.

ઉપરાંત રાજ્યના અન્ય ૮૧ તાલુકાઓમાં મિમિથી લઇ ૧૯ મિમિ સુધીનો વરસાદ નોંધાયો છે

આ લખાય રહ્યું છે ત્યારે અનેક વિસ્તારોમાં મેઘરાજા પોતાની હાજરી પુરાવી રહ્યા છે.

(1:23 pm IST)