Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

રાજસ્થાનથી તરબુચની આડમાં કાઠીયાવાડમાં લઈ જવાતો ૫ લાખનો દારૂ ઝડપાયો

પોલીસથી બચવા બૂટલેગરોએ અપનાવ્યો હતો નવીન કીમિયોઃ ખુલ્લેઆમ શંકા ન જાય એવી રીતે દારૂ છુપાવ્યો હતો

પાટણ,તા.૧૮: પાટણ જિલ્લાની રાધનપુર પોલીસે રાજસ્થાનથી કાઠિયાવાડ લઈ જવાતો દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે મહિન્દ્રા પીકઅપ ડાલામાંથી ૫ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે દારૂનો જથ્થો ઝડપી અને ચાર શખ્સો વિરુદ્ઘ કાયદેસરની કાર્યાવહી કરી છે. બૂટલેગરોએ પોલીસથી બચવા દારૂની હેરફેરનો નવો કીમિયો અપનાવ્યો હતો. જોકે, પોલીસે આ કીમિયો નિષ્ફળ બનાવી દીધો છે.

પાટણ જિલ્લાની રાધનપુર પોલીસે પિકઅપ ડાલામાં તરબૂચની આડ માં લઇ જવાતો ભારતીય બનાવટના દારૂ સાથે ચાર ઇશમોને ઝડપી લીધા છે. દારૂની હેરાફેરી કરવામાટે બુટલેગરો અવનવી ટ્રિક અપનાવી રહ્યા છે તયારે રાધનપુર પોલીસ ની હદ માં થરા હાઇવે પરથી પિકઅપ ડાલામાં તરબૂચની આડમાં રાજસ્થાનથી કાઠિયાવાડ ભારતીય બનાવટ નો દારૂ લઈ જવાતો હતો

રાધનપુર પોલીસે દારૂનો જથ્થો તેમજ પિકઅપ ડાલા સાથે કુલ ૫ લાખ ૨૫ હજારના મુદ્દા માલ સાથે ચાર આરોપી ને ઝડપી લીધા છે અને દારૂની હેરફેરની નવી ટેકનિકનો પર્દાફાશ કર્યો છે. જોકે, આ શખ્સો અગાઉ પણ આ પ્રકારે હેરફેરમાં શામેલ હતા કે કેમ અને તેઓ કોની પાસેથી આ દારૂ મેળવી અને કોને આપવાના હતા વગેરે જેવી માહિતીઓ પોલીસ તપાસના અંતે સામે આવશે.

(3:02 pm IST)