Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

મેડીકલ - પેરામેડીકલ કોલેજોનું ઓફલાઇન શિક્ષણ શરૂ : છાત્રોને રસી લેવા સુચના

અમદાવાદ, તા. ૧૮ :  ગુજરાત અને  દેશભરમાં કોરોનાના કેસ ઘટતા હવે સ્થિીત સુધરી રહી છે ત્યારે ધીરે ધીરે અનલોક થઇ રહ્યું છે. સૌપ્રથમ મેડીકલ શિક્ષણને ઓફ લાઇન શરૂ કરવા મંજુરી આપવામાં આવી છે. મેડીકલ ડેન્ટલ અને પેરામેડીકલ કોલેજો રેગ્યુલર શરૂ થશે. કલાસ રૂમ શિક્ષણ શરૂ કરાશે. આ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને રસી લઇને કોલેજોના આદેશ કરવામાં આવ્યો છે.

કોરોનાનામાં તમામ કોલેજો યુનિ.ઓમાં ઓફ લાઇન ટીચીંગ બંધ છે. પરંતુ મેકિડલ, ડેન્ટલ અને આયુર્વેદ હોમિયોપેથી તેમજ નર્સિગ ફીઝિયોથેરાપી સહિતના વિદ્યાર્થીઓને કોવિડ ડયુટીને લીધે તો હોસ્પિટલોમાં જવુ પડે છે તેમજ પ્રેકિટકલ માટે કોલેજોમાં પણ જવુ પડે છે ત્યારે હવે માત્ર શિક્ષણ જ ઓનલાઇન થતું હોવાથી અને કોલજેોની રજુઆતો પણ આવી હોવાથી સરકારના તબીબી શિક્ષણ વિભાગે તમામ કોલેજોના ડીનને પરીપત્ર કરી શિક્ષણ કાર્ય તાત્કાલીક ઓફલાઇન ધોરણે શરૂ કરવા સુચના આપી છે. જેને પગલે ઘણી મેડિકલ કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરી દેવાયું છે. પરંતુ મેકિડલ સાથે પેરામેડિકલ કોલેજોમાં વિધિવત રીતે કલાસ રૂપ શિક્ષણ લેકચર્સ ર૧ મીથી શરૂ કરાશે.

(3:03 pm IST)