Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

રાજપીપળા સંતોષ ચોકડી પાસે કોન્ટ્રાકટ ના કામ બાબતે કડું મારી માતા,પુત્રને ઇજા કરનાર શખ્સ સામે ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરના સંતોષ ચાર રસ્તા પાસે કોન્ટ્રાકટનું કામ લેવા બાબતે બે શખ્સો વચ્ચે બોલાચાલી થતા એકે બીજાને હાથનું કડું મારી ધમકી આપતા ફરિયાદ થઈ છે
 મળતી માહિતી મુજબ નિલેશભાઇ બાબુભાઇ ભોઈ (રહે. ટેકરા ફળીયા,રાજપીપળા )ની ફરીયાદ અનુસાર સોમા ભાઇ બુધાભાઇ વણઝારાએ તેમને સંતોષ ચોકડી પાસે બોલાવી તુ એ કેમ અગાઉ આરજુ સોસાયટીનો મારો કોન્ટ્રાક્ટ ઇંટાના ભુસાનુ ફેરો કરી આવેલ છે તેમ કહી મને ગાળો બોલી તેમજ બંને વચ્ચે ઝપાઝપી થતા હાથમાં રહેલ કડુ મારી દેતા ઇજા થયેલ તેમજ નિલેશના માતા જશીબેન ને પણ આ ઝપાઝપીમાં છોડાવા જતા પગે ઇજાઓ માતા પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપતા રાજપીપળા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:25 pm IST)