Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

‘‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’’ માં કોવિડ-૧૯માં માતા પિતાનું નિધન થયેલ હોય તેવા અનાથ બાળકોને મહિને 4000 રૂપિયા અને અભ્યાસ ચાલુ હોય તેવા બાળકોને માસિક 6000 નો લાભ મળશે : કોઈ દેખરેખ રાખનાર નહીં હોય તો બાળ સંભાળ ગૃહમાં પ્રવેશ આપી શકાશે

લાભ-સહાય મેળવવા અને વધુ માહિતી માટે જિલ્લાની બાળ સુરક્ષા એકમની કચેરીનો સંપર્ક કરવો

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા સંવેદનાપૂર્ણ અભિગમ સાથે ‘‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’’ માં કોવિડ-૧૯ મહામારીના - સમયગાળા દરમ્યાન બાળકના માતા-પિતા બંને અવસાન પામેલ હોય તેવા અનાથ બનેલ ૦ થી ૧૮ વર્ષ સુધીના Am બાળકો દર માસે રૂ. ૪,૦૦૦ આપવાની યોજના રાજ્ય સરકારે અમલમાં મુકી છે ત્યારબાદ અભ્યાસ ચાલુ હશે તેવા બાળકોને તેમને ૨૧ વર્ષ સુધી આફટર કેર યોજના અંતર્ગત દર માસે રૂ. ૬,૦૦૦ ની સહાયનો લાભ મળશે.

 આ અંગે તાત્કાલિક લાભ-સહાય મેળવવા અને વધુ માહિતી માટે જિલ્લાની બાળ સુરક્ષા એકમની કચેરીનો સંપર્ક કરવો. આ કચેરીના સંપર્કની વિગતો ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટીની વેબસાઇટ https://gscps.gujarat.gov.in/ પર ઉપલબ્ધ છે.


જે બાળકોની દેખરેખ કે સંભાળ રાખનાર કોઈ ન હોય તેવા બાળકોને રાજ્યના જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, ૨૦૧૫ અંતર્ગત માન્ય બાળ સંભાળ ગૃહોમાં પ્રવેશ આપી શકાશે

(11:37 pm IST)