Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

કુંવરપૂરા ગામનો દર્દી રાજપીપળા સિવિલની બેદરકારીનાં કારણે મોતને ભેટ્યો હોવાનો નિરંજન વસાવાનો આક્ષેપ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં અવાર નવાર દર્દીઓ ને તકલીફ પડતી હોવાની બૂમ ઉઠે છે જેમાં હાલમાં નાદોદ તાલુકાના કુવરપૂરા ગામના એક દર્દીનું સિવિલ હોસ્પિટલની બેદરકારી કારણે મોતને ભેટ્યો હોવાનો સરપંચ પરિષદ નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાના આક્ષેપ બાદ સિવિલની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે
નિરંજન વસાવાના જણાવ્યા મુજબ કુંવરપુરા ગામ ના દર્દી વસાવા વિનુભાઈ ને ઘરેથી સારી રીતે સિવિલ હોસ્પિટલ માં દાખલ થયા અને 2 ગ્લુકોઝના બોટલ ચઢાવ્યા ત્યાં વેન્ટિલેટર કે ઓક્સિજન એમને આપવામાં આવ્યું નથી, ઇમરજન્સી વોર્ડ ફક્ત પાંચ ફૂટ દૂર હતો તેમ છતાં ડોક્ટર તેમજ નર્સ ઈમરજન્સી વોર્ડમાં પેશન્ટને જોવા નથી આવ્યા આ દર્દી નો છોકરો અને એમની છોકરી આ દર્દી ની આજુબાજુમાં ઉભા હતા,આ વ્યક્તિ એકદમ સારો હોવા છતાં અને ઈમરજન્સી વોર્ડમાં હોવા છતાં પણ ડોક્ટરની નિષ્કાળજીના લીધે મૃત્યુ પામ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
સાથે સાથે તેમણે જણાવ્યું કે પાંચ લાખ રૂપિયા આયુષ્યમાન કાર્ડ ગામે ગામ કાઢવામાં આવ્યા છે તેમ છતાં નર્મદા જિલ્લામાં કોઈ પણ એવી હોસ્પિટલ નથી કે જ્યાં 5 લાખ રૂપિયાનું આયુષ્યમાન કાર્ડ ચાલી શકે નર્મદા જિલ્લામાં વારંવાર આવી ઘટનાઓ બને છે વારંવાર રજૂઆતો કરી છે તેમ છતાં અહીંના રાજકીય નેતાઓ દુનિયાભરના લાખો કરોડો રૂપિયાના ખર્ચે કાર્યક્રમો કરે છે  તેમ પરંતુ એક રાજપીપળાની સિવિલ હોસ્પિટલ જ્યાં નર્મદા જિલ્લાના લોકો સારવાર માટે આવતા હોય ત્યાં સુવિધા ઉપલબ્ધ નથી કરી શકતા માટે આ બાબતે લાગતા વળગતા અધિકારીઓ યોગ્ય રજૂઆત કરી ઘટતું કરે તેમ નિરંજનભાઈ એ જણાવતા આ દર્દીના મોત બાદ અનેક સવાલ ઉઠ્યા છે.
 આ બાબતે સિવિલ સર્જન ડો.જ્યોતિ ગુપ્તાનાં જણાવ્યા મુજબ આ દર્દી એકદમ અસ્વસ્થ હાલતમાં આવ્યા હતા અને હાજર ડોકટર એ જરૂરી સારવાર કરી હોવા છતાં દર્દી અડધો કલાકમાં મૃત્યુ પામ્યું હતું

(11:27 pm IST)