Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

છેલ્લા એક વર્ષથી પ્રોહી. ના ગુનામાં નાસતા - ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : જિલ્લા પોલીસ વડા, નર્મદાની સુચના અને માર્ગદર્શન મુજબ નર્મદા જીલ્લાના તેમજ આજુ - બાજુના જીલ્લાના તેમજ રાજય બહારના નાસતા - ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ સૂચના મળતા , તેઓના રહેણાક તથા આશ્રય સ્થાનો તથા ખાનગી બાતમીદારોથી ઝડપી પાડી પરીણામલક્ષી કામગીરી કરવાની સુચનાનાં પગલે પેરોલ - ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સ.ઈ.એમ.બી.ચૌહાણ એ જીલ્લાના ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓની ખાનગી બાતમીદારથી બાતમી મેળવી પેરોલ - ફર્લો સ્કોર્ડના પોલીસ સ્ટાફના માણસો દ્વારા દેડીયાપાડા પોલીસ સ્ટેશન ના પ્રોહી. ગુનાના નાસતા - ફરતા જીતેન્દ્રભાઇ ઇરીયાભાઇ વસાવે ( વળવી )( ઉ.વ .૨૩ )(રહે , સોળાફળી તા - અક્કલકુવા જી - નંદુરબાર ( મહારાષ્ટ્ર ) ને સોરાફળી તા અક્કલકુવા જી - નંદુરબાર ( મહારાષ્ટ્ર ) ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી માટે દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે.

(11:29 pm IST)