Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

વિરપોર ગામના 7 માં ધોરણમાં ભણતા બાળકે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં વિરપોર ગામના બાળકે કોઈક કારણોસર ઝેરી દવા પીધી હોય તેનું સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે
મળતી માહિતી મુજબ વિરપોર ગામમાં રહેતા અને 7માં ધોરણમાં અભ્યાસ કરતા બાળક કેવલ ભરવિનભાઈ વસાવા(૧૩) એ પોતના ઘરમાં ઝેરી દવા ગટગટાવી લીધા બાદ પરિવારજનો તેને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા એસ.એસ. જી. હોસ્પિટલ માં રીડર કરાયો હોય જ્યાં સારવાર દરમિયાન તેનો મોત નીપજતાં આમલેથા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે

(4:52 pm IST)