Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

અગ્નિપથ-અગ્નિવિર સ્‍કીમ વિષે ગેરમાર્ગે દોરાઇ હિંસા આચરો નહિઃ શંકરસિંહ વાઘેલાની યુવાનોને અપીલ

સરકાર હાલ તુર્ત અગ્નિપથ-અગ્નિવર સ્‍કીમ મોકુફ રાખી, એક્ષપર્ટસ કમીટી રચી, :યોગ્‍ય ફેરફારો સાથે ૪૦ કરોડ યુવાનોની સારી કેરીયર માટે ફરીથી વધુ સારી રીતે લાગુ કરે : યુવાનોને મીલ્‍ટ્રી ટ્રેનીંગ આપી ગુડ સીટીઝન, સ્‍કીલ્‍ડ સીટીઝન, કલ્‍ચર્ડ સીટીઝન બનાવતી આ યોજના આર્મી ઓફીસરોની દરખાસ્‍ત છેઃ ‘ટુર ઓફ સીટીઝન' અંતર્ગત ઇઝરાયલ સહિત અનેક દેશોમાં મીલ્‍ટ્રી તાલીમ ફરજીયાત છે

 

રાજકોટ, તા., ૧૮:  ગુજરાતના પુર્વ મુખ્‍યમંત્રી અને પીઢ રાજકીય નેતા શ્રી શંકરસિંહજી વાઘેલા (બાપુ)એ દેશના યુવાધનને અપીલ કરી અગ્નિપથ-અગ્નિવિર યોજના વિષે તેમના મગજમાં ઉદભવેલી ગેરસમજણ દુર કરી હિંસાચાર આચરવાનું બંધ કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્‍યું છે કે,  બે વર્ષ પુર્વે આ યોજનાની દરખાસ્‍ત આર્મીના અધિકારીઓ દ્વારા જ સરકાર સમક્ષ મુકવામાં આવી હતી. આ યોજના ટુર ઓફ ડયુટી'ના નામે  લાગુ કરવામાં આવી છે. ઇઝરાયેલ સહિત દુનિયાના અનેક દેશોમાં મીલ્‍ટ્રી તાલીમ ફરજીયાત છે. મીલ્‍ટ્રી તાલીમ યુવાનોને ગુડ સીટીઝન, સ્‍કીલ્‍ડ સીટીઝન, કલ્‍ચર્ડ સીટીઝન બનાવે છે. યુવાનો  આ તાલીમને મીલ્‍ટ્રી ટ્રેનીંગ રૂપે નહિ પરંતુ ઇન્‍ટર્નશીપ રૂપે નિહાળે તે જરૂરી છે. લોકો આ સ્‍કીમ વિષે ખોટી માન્‍યતા છોડી યુવાનોના કેરીયર માટે મહત્‍વની એવી આ સ્‍કીમને હકારાત્‍મક દ્રષ્‍ટિએ નિહાળે તે જરૂરી છે. સરકાર દેશના ૪૦ કરોડ યુવાનોની સારી કેરીયર માટે આ સ્‍કીમ હાલ તુર્ત મોકુક રાખી દેશ-વિદેશના એક્ષપર્ટસ લોકો પાસેથી સલાહ સુચનો લઇ વધુ સારી રીતે દાખલ કરે તેવી હું માંગણી કરૂ છું. સાથોસાથ યુવાનોને ફરી એક વાર ગેરસમજણથી દુર રહી હિંસાચાર છોડવાની અપીલ કરૂં છું તેમ અંતમાં બાપુએ જણાવ્‍યું હતું.

(1:23 pm IST)