Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

દેશ - યુવાનોના હિતમાં અગ્નિપથ યોજના પાછી ખેંચો : તોગડિયા

 

 

રાજકોટ તા. ૧૮ : આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદના અધ્‍યક્ષ ડો. પ્રવિણભાઇ તોગડિયાએ કેન્‍દ્ર સરકારે જાહેર કરેલ અગ્નિપથ યોજના પાછી ખેંચવા માંગણી કરી છે.

ડો. તોગડિયાએ જણાવ્‍યું છે કે, સેનામાં ૪ વર્ષ માટે કામચલાઉ ધોરણે નોકરી આપવાની કેન્‍દ્ર સરકારની યોજનાનો દેશભરના યુવાનો વિરોધ કરી રહ્યા છે. યુવાનો દેશનું ભવિષ્‍ય છે અને કુશળ અનુભવી સેના દેશની સુરક્ષાનો મૂળ આધાર હોય છે. આવા નિર્ણયથી યુવાનો અને દેશની સુરક્ષા બંનેને નુકસાન થઇ શકે છે. છેલ્લા બે વર્ષમાં ભરતી પરીક્ષા થઇ તેની ભરતી પ્રક્રિયા પૂરી કરવી જોઇએ. અગ્નિપથ યોજના મુજબ માત્ર ૬ માસના પ્રશિક્ષણથી યુવાનોને ભારત જેવા વિશાળ અને બધી દિશાઓના શત્રુઓથી ઘેરાયેલા દેશની સુરક્ષા માટે લગાડવા યુવાનો અને દેશ બંને માટે યોગ્‍ય નથી. વધતી જતી બેરોજગારી ઘટાડવાના અનેક રસ્‍તા સરકાર પાસે છે. રાજ્‍યો અને કેન્‍દ્રમાં ખાલી પડેલી જગ્‍યાઓ પર ભરતી કરવી જોઇએ. આ યોજના રદ કરવી જોઇએ.

(4:15 pm IST)