Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

અમદાવાદના જગન્‍નાથ મંદિરે પુજાવિધી બાદ સત્‍સંગ હોલમાં વડાપ્રધાનના માતા હિરાબાએ પરિવાર સાથે પ્રાર્થના કરી

નરેન્‍દ્રભાઇ મોદીના પરિવારજનો દ્વારા મંદિરમાં કાળી રોટી-ધોળી દાળના ભંડારાનું આયોજન કરાયુ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના માતા હિરાબાના શતાયુ જન્‍મદિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના જગન્‍નાથ મંદિરમાં પૂજાવિધી આરતી કરી પરિવારજનો દ્વારા વિશેષ કાળી રોટી-ધોળી દાળના ભંડારાનું આયોજન કરવામાં આવ્‍યુ છે. જેમાં સમગ્ર મોદી પરિવાર અને અન્‍ય દર્શનાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Pm મોદીના માતા હીરાબાના શતાયુ જન્મ દિવસની ઉજવણી રાજ્યમાં ચાલી રહી છે. હીરાબા પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા છે. 100મા જન્મદિવસે હીરાબાએ અમદાવાદના જગન્નાથજીના દર્શન કર્યા. આ પ્રસંગે અમદાવાદના જગન્નાથ મંદિરે વિશેષ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. જગન્નાાથ મંદિરમાં હીરાબા સહિત સમગ્ર પરિવારે જગન્નાથજીની આરતી કરી હતી.

PM મોદીના ભાઈ અને બહેને મંદિરના દર્શન કર્યા છે. હીરાબાને મંદિરના હોલમાં બેસાડવામાં આવ્યા હતા. આજના પ્રસંગે હીરાબા એ પરિવાર સહિત જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા છે. મંદિરમાં વિશેષ પૂજા વિધિ બાદ હીરાબાના દીર્ઘાયુ માટે સત્સંગ હોલમાં વિશેષ પ્રાર્થના કરાઈ. પ્રધાનમંત્રીના તમામ ભાઈ તેમજ તેમનો સમગ્ર પરિવાર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યો હતો. આ સિવાય મોટી સંખ્યામાં આવેલા દર્ષનાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા છે.

PM મોદીના પરિવારજનો દ્વારા ભંડારાનું વિશેષ આયોજન પણ કરાયું છે. કાળી રોટી-ધોળી દાળના ભંડારાનું જગન્નાથ મંદિરમાં આયોજન કરવામાં આવ્યું છે.

આજે પીએમ મોદીનાં માતા હીરાબાના જન્મદિવસ નિમિતે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભંડારામાં સમગ્ર મોદી પરિવાર હાજર રહ્યો છે. જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના અને ભંડારાનું આયોજન મોદી પરિવાર તરફથી કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીના માતા હિરાબાના 100 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં આ ભંડારો રખાયો છે.

(5:08 pm IST)