Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગ પર રસ્તો ઓળંગી રહેલ વૃદ્ધનુ કારની હડફેટે મોત

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક પેથાપુર મહૂડી હાઇવે ઉપર રસ્તો ઓળંગી રહેલા વૃધ્ધનું કારની અડફેટે મોત નિપજ્યું હતું.આ મામલે પેથાપુર પોલસે કારચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી હતી.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે ત્યારે ગઇકાલે સાંજના સુમારે શહેર નજીક પેથાપુર મહૂડી હાઇવે ઉપર વધુ એક અકસ્માતમાં વૃધ્ધનું મોત થયું છે. આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે, મુળ દાહોદના જગોલા ગામના કાળુભાઇ બદિયા પરિવાર સાથે મજુરી અર્થે પેથાપુરમાં આવ્યા હતા જ્યાં તેમનો પરિવાર વસવાટ કરતો હતો. કાળુભાઇ ગઇકાલે સાંજના સુમારે પેથાપુર મહૂડી હાઇવે ઉપર ગોયેન્કા હોસ્પિટલ પાસેથી રસ્તો ઓળંગી રહ્યા હતા તે દરમિયા પુરઝડપે જઇ રહેલી કારે તેમને અડફેટે લીધા હતા.આ અકસ્માતમાં કાળુભાઇનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું અકસ્માતને પગલે આસપાસના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા તેમના પુત્ર શંકરભાઇ ગરાસીયાની ફરિયાદના આધારે પેથાપુર પોલીસે કારચાલક સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

(5:48 pm IST)