Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ચિલોડા-હિંમતનગર હાઇવે પર બાઈક પર વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર વિદેશી દારૃની હેરાફેરી વધી રહી છે ત્યારે પાલીસે બાઇક ઉપર વિદેશી દારૃની હેરાફેરી કરતા કુબેરનગરના યુવાનને ઝડપી લીધો હતો જેની પાસેથી વિદેશી દારૃની બાર બોટલ સાથે કુલ ૩૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

રાજ્યમાં દારુબંધી હોવા છતા પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે ત્યારે ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર દારૃની હેરાફેરીના કિસ્સા સતત વધી રહ્યા છે જેના પગલે ચંદ્રાલા પાસે પોલીસ દ્વારા વાહનચેકીંગનો પોઇન્ટ પણ ઉભો કરવામાં આવ્યો છે ત્યારે હિંમતનગર તરફથી આવતો એક બાઇકચાલક શંકાસ્પદ જણાતા તેને ઉભો રાખ્યો હતો અને તેના થેલામાં તપાસ કરતા વિદેશી દારૃની બાર બોટલ મળી આવી હતી. તેના પગલે મુળ ભાવનગરના અને હાલ કુબેરનગરના અરૃણાનીચાલીના મકાનમાં રહેતા અંકેશ રાજુભાઇ પરમારની પોલીસે અટકાયત કરીને ૩૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો આ દરૃનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં લઇ જવાનો હતો તે જાણવા માટે પણ પોલીસે મથામણ શરૃ કરી છે.

(5:48 pm IST)