Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

સુરતના ડુમસ રોડ નજીક બ્યુટિશિયનનું ઇન્સટ્રાગ્રામ એકાઉન્ટ વાપરનાર અજ્ઞાત ભેજાબાજ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત: સુરતના ડુમ્મસ રોડના સુલતાનાબાદ વિસ્તારમાં રહેતી બ્યુટીશીયનનું આઠ મહિનાથી બંધ ઇન્સ્ટાગ્રામ આઇડીનો ઉપયોગ કરનાર અજ્ઞાત ભેજાબાજ વિરૂધ્ધ ડુમ્મસ પોલીસમાં ફરીયાદ નોંધાય છે. ડુમ્મસ રોડના સુલતાનાબાદ વિસ્તારમાં રહેતી પરપ્રાંતિય મીના (ઉ.વ. 26 નામ બદલ્યું છે) નામની બ્યુટીશીયને ગત જાન્યુઆરી મહિનામાં ઇન્સ્ટાગ્રામ પર પોતાના નવા આઇડી પર વિડીયો અપલોડ કર્યો હતો. જેમાં વિડીયો સીનના લીસ્ટમાં મીનાનું જુનું આઇડી પણ હતું. મીનાએ તેનું જુનું આઇડી નવેમ્બર 2021 થી એક્ટિવ કર્યુ ન હતું અને નવું આઇડી બનાવ્યું હતું. તેમ છતા વિડીયો સીનના લીસ્ટમાં પોતાનું જુનું આઇડી હોવાથી ચોંકી જનાર મીનાએ પોતાનું જુનું આઇડી પર લોગઇન કર્યુ હતું. પરંતુ લોગઇન નહીં થતા તેણે ફોરગેટ પાસવર્ડ કર્યો હતો પરંતુ તેના મોબાઇલ પર ઓટીપી પણ આવ્યો ન હતો. જેથી મેઇલ થકી પણ પાસવર્ડ રીકવર કરવાનો પ્રયત્ન કરતા આઇડીમાં અન્ય મેઇલ આઇડી રજીસ્ટરનો મેસેજ આવ્યો હતો. જેથી આ અંગે મીનાએ ડુમ્મસ પોલીસમાં આઇટી એક્ટ હેઠળ ફરીયાદ નોંધાવી હતી. 

(5:51 pm IST)