Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

વડોદરાના સમા-સાવલી રોડ નજીક એસ.ટી.બસની ટક્કરે સાળાએ ઘટનાસ્થળેજ દમ તોડ્યો: બનેવી ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા: સમા સાવલી રોડ પર એસ.ટી.બસના ચાલકે બાઇક સવાર સાળા બનેવીને અડફેટે લેતા સાળાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે.જ્યારે બનેવીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.હરણી પોલીસે  ગુનો દાખલ કરી એસ.ટી.બસના ડ્રાઇવરની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાવલી તાલુકાના સમલાયા પાસે ઇૅટોલીપુરા ગામમાં રહેતો જીતેન્દ્ર ઉર્ફે દીપક ચંદુભાઇ ઓડ અને તેના બનેવી સુનિલ રાજીવભાઇ ઓડ (રહે.પડોળી ગામ,તા.પેટલાદ, જિ.આણંદ) બાઇક લઇને ઇઁટોલીપુરા ગામેથી વડોદરા આવવા નીકળ્યા હતા.સમા સાવલી  રોડ પર અજીતાનગર સોસાયટી પાસે એક એસ.ટી.બસના ડ્રાઇવરે તેઓની બાઇકને ટક્કર મારતા બસનું આગળનું વ્હીલ બાઇકની પાછળ બેસેલા જીતેન્દ્ર પર ફરી વળ્યું હતું.અને તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.જ્યારે તેના બનેવી સુનિલને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બપોરે ત્રણ વાગ્યે થયેલા અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.હરણી પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ.અશ્વિનભાઇએ સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી.

(5:53 pm IST)