Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

વડોદરાના પોર વિસ્તારમાં જુગાર રમતી મહિલા સહીત અન્ય ચાર શખ્સોને પોલીસે 3 હજારની મતા સાથે ઝડપી પાડયા

વડોદરા: પોર નવી નગરીમાં જુગાર રમતા ચાર જુગારીઓને વરણામા પોલીસે ઝડપી પાડયા છે.જ્યારે ભાગી ગયેલા ત્રણ જુગારીઓને વોન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.પોલીસે  જુગારીઓ પાસેથી ૨,૮૫૦ ની મત્તા કબજે લીધી છે.

વરણામા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પોર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન માહિતી મળી હતી કે,પોર ગામ નવી નગરીમાં રહેતા હિતેશ બેચરભાઇ  પટેલ તેના મકાનની સામે ખુલ્લી જગ્યામાં કેટલાક લોકોને ભેગા કરીને જુગાર રમાડી રહ્યો છે.જેથી,વરણામા પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને રેડ પાડી હતી.પોલીસે સ્થળ પરથી જુગાર  રમતી એક મહિલા અને ત્રણ પુરૃષોને ઝડપી પાડયા હતા.જેમાં (૧) હિતેશ પટેલ (૨) મહેશ કાળીદાસ રાઠોડ (રહે.પોર ગામ, નવી નગરી) (૩) ચંદ્રકાંત અભેસીંગ  પાટણવાડિયા (રહે.મુસ્તપુર ગામડી, ઠાકોર ફળિયું,તા.વડોદરા) અને (૪)સવિતાબેન મનહરભાઇ  પટેલ (રહે.પોર પાણીની ટાંકી પાસે) ને ઝડપી પાડયા હતા.જ્યારે (૧) મંજુલાબેન લાલાભાઇ  રાઠોડિયા (૨) મુન્નીબેન લાલાભાઇ  રાઠોડિયા અને (૩) કાળુભાઇ ઉર્ફે ચોટલી રાઠોડિયા સ્થળ પરથી ભાગી ગયા હતા.જેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.હિતેશ ખાનગી ચેનલમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.

 

(5:55 pm IST)