Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

રાજકોટ ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્‍યો : લોકડાયરાના આયોજનમાં સ્‍થા‌નિક ધારાસભ્‍ય-રાજય કક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીનું નામ ગાયબ રહેતા વિવાદનો વંટોળ ઉભો થયો છે

કાર્યક્રમમાં ભાજપના સાંસદો, નેતાઓ, ધારાસભ્‍યો, કોર્પોરેટરોહાજરી આપશે

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇ હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ચૂંટણીને જોતા તમામ રાજ્કીય પાર્ટીઓ એકશન મોડમાં જોવા મળી રહ્યો છે. આ વખતે ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં 150 પ્લસ બેઠકો અંકે કરવા મેદાનમાં ઉતરશે તે પહેલા ફરી એકવાર રાજ્કોટમાંથી ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યુ છે. સૌરાષ્ટ્રના રાજકારણમાં પાટીલ અને રૂપાણી જુથો સામ-સામે નજરે પડી રહ્યા છે.

રાજકોટમાં ચાણક્ય ફાઉન્ડેશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા લોકડાયરનો આયોજન કરવામાં આવ્યુ છે જેમાં લોકડાયરના આયોજનમાં સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી અરવિંદરૈયાણીનો નામ ગાયબ રહેતા વિવાદનો વંટોળ ઉભો થયો છે.આ કાર્યક્રમમાં મુખ્ય કલાકાર અલ્પા પટેલ અને અપેક્ષા પંડ્યા દ્રારા લોકડાયર કરી રમઝટ બોલવશે આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓ , સંસાદ, ધારાસભ્ય ,કોર્પોરેટરોએ હાજરી આપશે રાજકોટમાં કોઇ પણ કાર્યક્રમ પાત્રિકાનું વિવાદ કંઇ નવો નથી આગાઉ પણ ભાજપના કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાત્રિકામાં નામની બાદબાકી થઇ ચૂકી છે. જોકે આ આંમત્રણ પાત્રિકામાં પાટીદાર સમાજના આગેવાનો નામનું પણ ઉલ્લેખ છે. તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ધારાસભ્ય ગોવિદ પટેલ સંસાદ રામ મોકરિયા ભાજપ ઉપપ્રમુખ ભરતબોઘરા સહિત દિગ્ગજોને આમત્રણં આપ્યુ છે.

(10:47 pm IST)