Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ભરૂચના દુષ્યંતભાઈ પટેલનું ફેસબુક એકાઉન્ટ હેક !:અજાણ્યા શખ્શ દ્વારા હજારોની ઠગાઇ કરાઇ

ફ્રેન્ડ લિસ્ટના લોકોને મેસેજ કરી હજારો રૂપિયાની મદદના નામે માંગણી

ભરૂચ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના નામે ફેસબુક એકાઉન્ટ બનાવી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. દુષ્યંત પટેલના નામ અને ફોટોનો ઉપયોગ કરી ફેક ફેસબુક એકાઉન્ટ બનાવાયું હતું. ફ્રેન્ડ લિસ્ટના લોકોને મેસેજ કરી હજારો રૂપિયાની મદદના નામે માંગણી કરતાં ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ શરૂ કરવામાં આવી હતી.

છેલ્લા ઘણા સમયથી લોકોના ફેસબુક એકાઉન્ટ હેક કરી અને તેનો દૂર ઉપયોગ કરવાના બનાવ ઘણા વધવા પામ્યા છે ત્યારે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સાથે પણ તે રીતની ઠગાઇ થઈ છે. દુષ્યંતભાઈ પટેલના નામે કોઈ જ અજાણ્યા શખ્શ દ્વારા ભરૂચ એમએલએ દુષ્યંતભાઈ પટેલના નામે ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવામાં આવ્યું હતું અને તે એકાઉન્ટ પરથી અસલ એકાઉન્ટના લોકોને મેસેજ કરી અને હજારો રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. ફેક એકાઉન્ટ પર નરેન્દ્ર મોદી સાથેનો ફોટોને મૂકવામાં આવ્યો હતો જેથી લોકોને એકાઉન્ટ સાચું છે તેવો ભાસ થઈ અને લોકો તેઓને પૈસા ટ્રાન્સફર કરી શકે.

પરંતુ તે વાતની જાણ દુષ્યંતભાઈ પટેલને થતાં તેઓ દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવ્યા હતા. તેઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને ગેરકાયદેસર કૃત્ય કરનારને તાત્કાલિક ધોરણે ઝડપી પાડવા માટે ફરમાન કર્યું હતું અને પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણપણે તજવીજ શરૂ કરી દેવામાં આવી હતી.

(12:36 pm IST)