Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

નરહરિ અમીનના હીરામણિ સંકુલમાં મોદીના જન્મદિનની ઉજવણી : વૃક્ષારોપણ - રકતદાન

ગઇકાલે અમદાવાદમાં સાંસદ શ્રી નરહરિ અમીન સંચાલિત શ્રી હીરામણિ શિક્ષણ સંકુલ ખાતે ૭૧ વૃક્ષારોપણ અને રકતદાન કેમ્પ યોજાયેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૧૮ : અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલ જનસહાયક ટ્રસ્ટ સંચાલિત હીરામણિ સ્કુલ અને હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિત્તે ૭૧ વૃક્ષો રોપવામાં આવેલ. રકતદાન શિબિરમાં ૧૫૨ રકતદાતાઓએ રકતદાન કર્યું હતું.

જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ અને સંસદસભ્ય નરહરિ અમીન, ટ્રસ્ટના ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન, ટ્રસ્ટી વિજુલબેન અમીન, મંત્રી આર.સી.પટેલ, ઘનશ્યામભાઇ અમીન, સી.ઇ.ઓ. ભગવતભાઇ અમીન, સલાહકાર એ.સી.ગોપાણી, પ્રિન્સીપાલ શ્રીમતિ નીતાબેન શર્મા, ગુંજનભાઇ શાહ, શ્રીમતિ પીનાક્ષીબેન વડોદરિયા, શ્રીમતિ કોષાબેન પટેલ, ગુંજનબેન શીવાલકર, હિતેશભાઇ પટેલ (પોચી), ડો. વિદ્યુત દેસાઇ, ડો. એન.ડી.શાહ, હાર્દિકસિંહ ડોડીયા (મહામંત્રી, યુવા મોરચા, ભાજપ) સતિષ પટેલ (સેનેટ સભ્ય), નરેશભાઇ ચૌધરી (ડેમોક્રેટિક સ્કૂલ) ઉપસ્થિત રહ્યા હતા.

રેડક્રોસ સંસ્થાના ડો. વિશ્વાસભાઇ અમીન અને સૂર્યકાંત નાયક અને તેમની ટીમ દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પમાં સહયોગ આપવામાં આવ્યો હતો.

હીરામણિ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને બાલવીર તેમજ ચંદ્રશેખર આઝાદ સિરિયલના કલાકાર શ્રી દેવ જોષી અને તેમના પરિવાર દ્વારા પણ આ બ્લડ ડોનેશન કેમ્પમાં રકતદાન તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

(2:54 pm IST)