Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

પેટલાદ શહેર પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન 21 ચોરીની સાયકલ સાથે સુંદરણાના શખ્સને ઝડપી પાડયો

આણંદ : પેટલાદ શહેર પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન સાયકલ ચોરીની ટેવવાળા સુંદરણાના એક શખ્શને ચોરીની સ્પોર્ટ્સ સાયકલ સાથે ઝડપી પાડયો હતો. પોલીસે તેની પાસેથી ચોરીની કુલ ૨૧ સાયકલો રીકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મુજબ પેટલાદ શહેર પોલીસની ટીમ વાહનચેકિંગમાં હતી ત્યારે મળેલ બાતમીના આધારે પોલીસની ટીમે પેટલાદ તાલુકાના સુંદરણા ગામે રામદેવ મંદિર  સામે રહેતા રાજેશભાઈ ઉર્ફે ટીકો રાવજીભાઈ ઠાકોરને સ્પોર્ટ સાયકલ સાથે ઝડપી પાડયો હતો. પોલીસે તેને આ સાયકલ અંગે પુછપરછ કરતા તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો અને તે સાયકલ ચોરી કરવાની ટેવવાળો એટલે કે એમ.ઓ. વાળો હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી પોલીસે તેની વધુ પુછપરછ કરતા કોઈ આધાર-પુરાવા ન હોઈ તેના કબ્જા ભોગવટામાં રાખેલ રૂા.૨૭,૦૦૦ની ૨૧ સાયકલો કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:44 pm IST)