Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

સુરત :લગ્નના ચાર જ મહિનામાં વડોદરાની પરિણીતાને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાના કેસમાં પતિ સહીત સાસરિયાના જામીનની અરજી અદાલતે નામંજૂર કરી

સુરત:શહેરમાંદાંપત્ય જીવનના માત્ર ચાર જ વર્ષમાં વડોદરાની પરણીતાને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાના કેસમાં સિંગણપોર પોલીસ ધરપકડ કરે તેવી દહેશતથી આરોપી પતિ સાસરીયાએ કરેલી આગોતરા જામીનની માંગને આજે કોર્ટે નકારી કાઢી આરોપીઓ વિરુધ્ધ ગંભીર ગુના નો પ્રથમ દર્શનીય કેસ હોવાનો નિર્દેશ  આપ્યો છે.

વડોદરાના આકોટા ખાતે શ્રેણિકપાર્ક સોસાયટીમાં રહેતા ફરીયાદી મીતાબેન દિપકભાઈ ભટ્ટની પુત્રી જ્યોતિબેનના લગ્નના વર્ષ-૨૦૧૭માં સુરતના પાલનપુર પાટીયા ખાતે દિનદયાળ સોસાયટીમાં રહેતા સંકેત અનંતકુમાર જોષી સાથે થયા હતા. દાંપત્યજીવનના માત્ર ચાર જ વર્ષના સમયગાળામાં પત્ની જ્યોતિબેનને પતિ સંકેત તથા સસરા અનંતકુમાર કાંતિલાલ જોષી તથા સાસુ હેમાબેન દ્વારા રસોઈ બનાવવા તથા અન્ય  કામની બાબતે માનસિક ત્રાસ આપતા હતા. જેથી કંટાળીને જ્યોતિબેને બે વર્ષની પુત્રીને ઘરે મુકીને તા. 31 ઓગસ્ટ, 2021૧ના રોજ તાપી નદીમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું હતું.

જયોતિબેનની માતા મીતાબેને પુત્રીના પતિ, સાસરીયા સામે આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ સિંગણપોર ડભોલી પોલીસમાં નોંધાવી હતી. જેથી આ કેસમાં ધરપકડથી બચવા આરોપીઓએ આગોતરા જામીન માંગ્યા હતા. જેના વિરોધમાં એપીપી કુ.રિન્કુ પારેખે તપાસ અધિકારી પોસઈ એચ.એસ.રાવતની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે આરોપીઓ વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ છે. આગોતરા જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની તથા તપાસ પર વિપરિત અસર પડે તેમ છે.

(4:45 pm IST)