Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

વડોદરામાં અજાણ્યા વાહનની હડફેટે યુવાનનું મોત નિપજતા પરિવારની માથે આભ ફાટ્યું

વડોદરા: શહેરમાંએલ એન્ડ ટી કંપનીની સામે સર્વિસ રોડ પર પદમલાથી વડોદરા શહેર તરફ આવવાના  રોડ પર અજાણ્યા વાહનની અડફેટે યુવાનનું મોત થયુ છે.છાણી પોલીસે ગુનો દાખલ કરીને મૃતકની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યો છે.

નંદેસરી જી.આઇ.ડી.સી.ની એક કંપનીનો સિક્યુરિટિ જવાન સવારે સાડા આઠ વાગ્યે બાઇક લઇને નીકળ્યા હતા.તે દરમિયાન એલ એન્ડ ટી કંપની સામે આવતા હાઇવેના સર્વિસ રોડ પર એક યુવાનની લાશ પડી હતી.અજાણ્યા વાહનની અડફેટે તેના માથા પર કોઇ વાહનનું ટાયર ફરી વળ્યુ હતું.અને થોડીવારમાં  પોલીસ પણ આવી ગઇ  હતી.અજાણ્યા મૃતકે રાખોડી કલરનું શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેર્યુ હતું. જ્યારે અન્ય એક બનાવમાં આજવા ચોકડી પાસે જગદીશ ફરસાણ પાસે અજાણ્યા વાહનની અડફેટે યુવાનનું મોત થયુ હતું.બાપોદ પોલીસે મૃતકની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

(4:47 pm IST)