Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

આંકલાવ તાલુકાના ભેટાસી વાંટા સીમમાં શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો ઝડપવામાં આવ્યો

આણંદ : આંકલાવ તાલુકાના ભેટાસી વાંટા સીમમાં આવેલી વૈશાલી ઇન્ડસ્ટ્રીમાંથી શંકાસ્પદ ઇન્ડસ્ટ્રીયલ ફ્યુઅલ ઓઇલ સહિતનો કુલ રૂ.૯૩,૮૮,૮૪૮નો મુદ્દામાલ કબજે લેવાયો છે.

આણંદ એલસીબી અને પ્રદૂષણ બોર્ડના અધિકારીઓએ દરોડો પાડીને આ જથ્થો ઝડપી પાડયો હતો. આંકલાવ પોલીસ સ્ટેશનમાં વૈશાલી ઇન્ડસ્ટ્રીના માલિક સનત કાંતિભાઇ પ્રજાપતિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુરૂવારે આણંદ એલસીબી, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એફએસએલની ટીમે સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં ઉત્પાદન શંકાસ્પદ જણાતા સેમ્પલો મેળવવાની કામગીરી હાથ ધરાઇ હતી. આંકલાવ તાલુકાના ભેટાસી ગામે વૈશાલી બાયોડિઝલનુ ઉત્પાદન કરતા એકમમાં બાયોડિઝલ તૈયાર કરવામાં આવે છે. 

દરમિયાન બાયોડીઝલના પ્રોડકશનમાં શંકાને લઇને લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ-આણંદ તેમજ એફએસએલના અધિકારીઓની ટીમે સવારથી જ સર્ચ ઓપરેશનની પ્રક્રિયા હાથ ધરી હતી. અધિકારીઓએ કંપનીના તમામ વિભાગોમા જાત તપાસ હાથ ધરીને સમગ્ર  કામગીરીનુ નિરીક્ષણ કર્યુ હતું. તેમજ તૈયાર થતા ડિઝલ ક્ષતિપૂર્ણ હોવાને લઇને તેના નમુનાઓ મેળવ્યાહતા.

(4:48 pm IST)