Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ 71 જન્મદિવસે કોરોના વેક્સિનેશન મહાઅભિયાનમાં ગુજરાત મેળવી અભૂતપૂર્વ સિદ્ધિ : એક જ દિવસમાં ર૩.૬૮ લાખ લોકોનું વેક્સિનેશન થયું

રાજ્યમાં અત્યાર સુધીમાં પ.પ૯ કરોડ વેક્સિન ડોઝ અપાયા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહા અભિયાનને સફળ બનાવનારા આરોગ્ય કર્મીઓને અભિનંદન પાઠવ્યા

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત એક જ દિવસમાં ર૩.૬૮ લાખ વ્યક્તિઓના રસીકરણની અભૂતપૂર્વ સિદ્ધિ નોંધાઇ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ તા.૧૭મી સપ્ટેમ્બરે એક જ દિવસમાં આ રસીકરણ અભિયાન અન્વયે રાજ્યભરમાં ર૩,૬૮,૦૦૬ લોકોને કોરોના વેક્સિનેશન સુરક્ષા કવચથી આવરી લેવાની ઉત્કૃષ્ટ કાર્યદક્ષતા માટે સૌ આરોગ્યકર્મીઓ, ફ્રન્ટલાઇન વર્કર્સને અભિનંદન પાઠવ્યા છે.
 
સમગ્ર ગુજરાતમાં કોરોના વેક્સિનેશન અભિયાન વેગવાન બન્યું છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં ૩ કરોડ ૯૬ લાખ ૬૬,૭૧૯ પ્રથમ ડોઝ તેમજ ૧ કરોડ ૬૩ લાખ ૬૮ હજાર પ૯ર બીજો ડોઝ મળી કુલ પ.પ૯ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

(5:03 pm IST)