Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

આજે સવારે અંબાજી જતા પદયાત્રીકોને રાણપુર નજીક અંધારામાં વાહને હડફેટે લેતા 3ના મોતઃ 2ને ગંભીર ઇજા

પરિવાર સાથે દર્શને પગપાળા જઇ રહ્યા હતા ત્‍યારે દુર્ઘટના

અંબાજી: ગુજરાતમાં અકસ્માતોનો સિલસિલો યથાવત છે. ચોમાસામાં સતત અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આજે વહેલી સવારે અંબાજીમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. અંબાજીમાં પગપાળા જતા યાત્રીઓને એક અજાણ્યું વાહને ટક્કર મારીને ફરાર થયો હતો. આ ઘટનામાં 3 પદયાત્રીના મોત નિપજ્યા છે.

ગુજરાતમાં હિટ એન્ડ રનના બનાવો સતત વધી રહ્યાં છે. તેમાં પણ અંધારામાં હાઈવે પર પગપાળા જવું જોખમી બન્યું છે. આવામાં હાલ ભાદરવી પૂનમને લઈને અનેક યાત્રીઓ પગપાળા અંબાજી તરફ જઈ રહ્યાં છે. આવામાં પદયાત્રીઓના જીવ પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. અબાજી નજીક વાહન અડફેટે 3 પદયાત્રીના મોત નિપજ્યા છે. રાણપુર વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે પગપાળા જતા યાત્રીઓને ટક્કર મારી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. વાહને રાતના અંધારામાં 5 લોકોને ટક્કર મારી હતી. જેમાં 3 ના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. તો 2 યાત્રી ઘાયલ થયા છે.

મૃતકોના નામ

- નરેશ બચુભાઈ ડામોર, ઉંમર 16 વર્ષ

- હરીશ શંકરભાઈ ડામોર, ઉંમર 15 વર્ષ

- રેશમીબેન ભોઈ, ઉમર 12 વર્ષ

ઘાયલોના નામ

- ઈન્દ્રા સોમાજી તબીયાડ, ઉંમર 14 વર્ષ

- રાકેશ ડામોર, ઉંમર 12 વર્ષ

જોકે, મૃતકોમાં 2 કિશોર અને 1 કિશોરીનો સમાવેશ થાય છે. તેમના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. કારણ કે, ત્રણેય મૃતકો કિશોરવસ્થાના છે, જેઓ પરિવાર સાથે અંબાજીમાં દર્શન કરવા જઈ રહ્યા હતા. મોડી રાત્રે 3 વાગ્યાની ઘટનામાં યાત્રીઓના માથા પર મોત આવ્યું હતું.

(6:15 pm IST)