Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં લેબ ટેક્નિશિયનો પગાર માંગે તો છુટા કરવાની ધમકી આપે છે: મનસુખભાઈ વસાવાની સટાસટી

જિલ્લા કલેકટર ડી.એ.શાહની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠકમાં સાંસદે પ્રજાને પડી રહેલી મુશ્કેલીને લગતા અનેક પ્રશ્નો ઉઠાવ્યા

નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળી હતી.જેમાં ભાજપ સાંસદ મનસુખભાઈ  વસાવાએ પ્રજાને પડી રહેલી મુશ્કેલીને લગતા અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા.મનસુખ વસાવાએ ઉઠાવેલા આ સવાલોથી ખળભળાટ મચ્યો છે.

મનસુખભાઈ  વસાવાએ સંકલનની બેઠકમાં જણાવ્યું હતું કે રાજપીપળાની સિવિલ હોસ્પિટલ કામ ચલાઉ કોવિડ હોસ્પિટલમાં લઈ જવાની છે.પણ જ્યાં સિવિલ હોસ્પિટલ જ્યાં ચાલું છે ત્યાં પણ પ્રાથમિક સારવાર માટે તબીબોની ટીમ કાર્યરત રાખવી જોઈએ.રાજપીપળા નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને અનેક મુશ્કેલીઓ પડી રહી છે, અહિયાની હેડ નર્સ ખાનગી નર્સિંગ કોલેજનો પણ વહીવટ કરે છે.રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં લેબ ટેક્નિશિયન સ્ટાફ છેલ્લા 5 મહિનાથી સેવા આપે છે પણ એમને 2 મહિનાનો પગાર આપ્યો છે, બાકી પગાર માંગે તો એમને છુટા કરવાની ધમકી અપાય છે, સફાઈ કામદારો સાથે પણ આવું જ વર્તન કરાય છે.

છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં ચાલતી નર્મદા જિલ્લાની એન્જીનીયરીંગ કોલેજનું અહીંયા બાંધકામ ક્યારે શરૂ થશે, કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કરે 3 વર્ષ થયા તો એનું બાંધકામ પૂર્ણ ક્યારે થશે.સાગબારા-ડેડીયાપાડા તાલુકાના બધા જ ગામોને ઉકાઈ જળાશય આધારિત પીવાનું પાણી ઘર ઘર સુધી પહોંચતું નથી.કરજણ ડેમ વિશલખાડી પાઈપલાઈન સિંચાઈ પ્રોજેકટ હેઠળનું નાંદોદના પલસી, બીતાડા, મોટી ભમરી જેવા ગામોને સિંચાઇનું પાણી મળતું નથી.ગરુડેશ્વર ગામના પીંછીપુરા ગામની સર્વે નંબર 55 વાળી જમીન 102 ખેડૂતો વર્ષોથી ખેડે છે કબજો ભોગવટો પણ છે, વિનોબા ભાવેના ભૂમિદાન લેખ વન ખાતાની પાવતી આધાર પુરાવા છે તે છતાં એ જમીન આદિવાસીઓને અંધારામાં રાખી વેચાણ કરી દેવાઈ છે, એની તપાસ થવી જોઈએ.

(7:10 pm IST)