Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

વિરમગામ ખાતે ગણપતિ દાદાના પ્રસાદરૂપે સગર્ભા બહેનોને સુખડી વિતરણ કરાયું

મિસિસ યુનાઇટેડ નેશન્સ (૨૦૧૭) નીપા સિંઘ ઉપસ્થિત રહ્યા : સ્ટેપ અહેડ પોઝિટિવ મિડીયા દ્વારા વિરમગામના ૧૨૫ સગર્ભા બહેનોને સુખડી આપવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે ગણેશોત્સવ દરમ્યાન ગણપતિ દાદાને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. સ્ટેપ અહેડ પોઝિટિવ મિડીયા દ્વારા વિરમગામની ૧૨૫ સગર્ભા બહેનોને ગણપતિ દાદાના પ્રસાદ રૂપે સુખડી આપવામાં આવી હતી. વૈશ્વિક કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં રાખીને તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે ૧૦ સગર્ભા બહેનોને સુખડી આપવામાં આવી હતી અને બાકીના ૧૧૫ સગર્ભા બહેનોને આશા બહેનો દ્વારા ઘરે સુખડી પહોંચાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મિસિસ યુનાઇટેડ નેશન્સ(૨૦૧૭)  નીપા સિંઘ, મનિષ સિંઘ, દક્ષ સિંઘ, સ્ટેપ અહેડ પોઝિટિવ મિડીયાના વંદના નીલકંઠ વાસુકિયા, નીલકંઠ વાસુકિયા, ગૌરીબેન મકવાણા, નયન પરમાર, જગદીશ રાવળ, આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓ સહિત આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સુખડી વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા માટે જયેશ પાવરા, શેઠ હેતલભાઇ કંદોઇ, ડો.ધારા પટેલ, પુંડરીક વોરા સહિતના દાતાઓએ અમુલ્ય સહકાર આપ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, સગર્ભાવસ્થા દરમ્યાન સાંકર, વરીયાળી વાળુ દુધ, જેઠી મધ વાળુ દુધ, માખણ, ઘી, મધ, જુના ચોખા, સંચળ યોગ્ય માત્રામાં લેવુ જાઇએ. છઠ્ઠા માસે ગોખરૂવાળુ દુધ લેવુ જોઇએ. મગ, મગનું પાણી, કઠોળ,  સિંગ,  સુખડી, લીલા શાકભાજી વધારે પ્રમાણમાં લેવા જોઇએ. જે ધાત્રી માતાને ધાવણ ન આવતુ હોય તો શતાવરી યુક્ત દુધ લેવાથી ધાવણ યોગ્ય માત્રામાં આવે છે. સગર્ભાવસ્થા દરમ્યાન યોગ્ય માત્રામાં આયર્ન, ફોલીક એસીડ તથા કેલ્શીયમની ટેબલેટ લેવી જોઇએ. સગર્ભાવસ્થા દરમ્યાન ઓછામાં ઓછી ૩ તપાસ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં કરાવવી જોઇએ. સગર્ભાવસ્થા દરમ્યાન પોતાની ઋચી અનુસારના પુસ્તકો તથા ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું જોઇએ. 

 

(7:33 pm IST)