Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

સાણંદની શ્રીમતી રમીલાબેન બચુભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના NSS યુનિટ દ્વારા અંગદાન જાગૃતિ પર કાર્યક્રમ યોજાયો

કૉલેજના ૪૯ સ્વયંસેવકો જોડાયા અને કાર્યક્રમમાં અંગદાન પર જાગૃતિ સંદર્ભે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : સાણંદની શ્રીમતી રમીલાબેન બચુભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના NSS યુનિટ દ્વારા અંગદાન જાગૃતિ અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ઓનલાઈન માધ્યમથી યોજાયો હતો. જેમાં કૉલેજના ૪૯ સ્વયંસેવકો જોડાયા હતા. કાર્યક્રમમાં અંગદાન પર જાગૃતિ સંદર્ભે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વક્તા તરીકે પ્રો. માયાબેન ઝાલા ઉપસ્થિત રહ્યા હતા જેમણે વિદ્યાર્થીઓને અંગદાન વિશે જરૂરી માહિતી આપી હતી. કૉલેજના ઈ.આચાર્ય ડો. રશ્મિતાબેન રાવલે પણ અંગદાન વિશે વક્તવ્ય આપ્યું હતું.

 કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત ની ક્લિપ રજૂ કરવામાં આવી હતી અને અંગદાન જાગૃતિ અંગે પ્રતિજ્ઞા લેવડાવામાં  આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન  NSS ઈન્ચાર્જ ડૉ. રાજન ચૌહાણ અને પ્રો. નરેન્દ્ર ગુલાણી દ્વારા કરવામાં આવ્યું હતું. (તસવીર :  ચિરાગ પટેલ - સાણંદ)

(7:34 pm IST)