Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ઊંઝાના ઉપેરા ગામમાં વીજળી પડતા બે લોકોના મોત : એક ઈજાગ્રસ્ત

ઉપેરા ગામે મંદિરની ઉજવણીમાં ગ્રામજનો એકત્ર થયા : મંદિર બહાર રમકડા વેચવા આવેલા ત્રણ ફેરિયા પર વીજળી પડી

મહેસાણાના ઊંઝામાં વીજળી પડવાની ઘટના સામે આવી છે. મહેસાણાના ઊંઝા તાલુકાના ઉપેરા ગામમાં વીજળી પડી છે. ઉપેરા ગામમાં પડતા બે વ્યક્તિના મોત થયા છે. ઉપેરા ગામે મંદિરની ઉજવણીમાં ગ્રામજનો એકત્ર થયા હતા તે દરમિયાન વીજળી પડવાની આ ઘટના છે. ઉપેરા ગામે મંદિર બહાર રમકડા વેચવા આવેલા ત્રણ ફેરિયા પર વીજળી પડી અને બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 4 દિવસ પહેલા ગાંધીનગરમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જુના સચિવાલય બ્લોક નંબર 11 પાસે આજે વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયુ હતું. જે વ્યક્તિનું મોત થયું છે તે જિલ્લા પંચાયતમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા. આ વ્યક્તિ રિસેસના સમયે ચા-નાસ્તો કરીને પોતાની ફરજ પર પાછા જઈ રહ્યા. તેઓ એક લીમડાના ઝાડ નજીકથી પસાર થઈ રહ્યા ત્યારે અચાનક વીજળી પડતા તેઓનું મોત થયું હતું. રાજ્યમાં હાલ ચોમાસાની સિસ્ટમ સક્રિય છે ત્યારે કડકા ભડાકા સાથે અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. વાદળોના ઘર્ષણ થવાથી પડતી વીજળી કારણે રાજ્યમાં માં છેલ્લા અઠવાડિયામાં 4 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે.

(8:21 pm IST)