Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

રાજપીપળા એમ.વી.રોડ પરથી સ્વીફટ ડિઝાયર ગાડીની ચોરી થતા કાર માલિકોમાં ગભરાટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાંથી ઘણીવાર બાઇકોની ચોરીની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે પરંતુ હવે ચોરોની હિંમત વધી હોય એમ એમ.વી.રોડ ઉપરથી કાર ની ઉઠાંતરી થતા કાર માલિકોમાં પણ હાલ ફફડાટ ફેલાયો છે
  પ્રાપ્ત માહિતી મુજબ એ.વી.રોડ પર રહેતા રમેશભાઇ ભીખાભાઇ માછીએ આપેલી ફરીયાદ અનુસાર તેમના મકાનની બાજુમાં ખુલ્લા કમ્પાઉન્ડમાં તેની માલીકીની સ્વીફટ ડિઝાયર સફેદ કલરની કાર નં.GJ-22-H-0171 તા.15 સપ્ટેમ્બર એ સાંજે પાર્ક કરીને મૂકી હતી અને 16 સપ્ટેમ્બરની સવારે ત્યાં જોવા ન મળતા શોધખોળ બાદ પણ ન મળી આવી હોય જેની હાલની બજાર કિ.રૂ.3 લાખ ની થતી હોય તેમણે આ બાબતે તા.17 સપ્ટેમ્બર એ રાજપીપળા પોલીસ મથકે ફરીયાદ કરતા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(11:15 pm IST)