Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

રાજપીપળાના કાછીયાવાડ વિસ્તારમાંથી મોટરસાઇકલની ચોરી થતા અજાણ્યા ચોરી વિરુદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરના કાછીયાવાડ વિસ્તારમાંથી એક મોટરસાઇકલની ચોરી થઈ હોય બાઈક માલીકે આ બાબતે ફરિયાદ આપી છે.

મળતી માહિતી અનુસાર રાજપીપળા કાછીયાવાડ માં રહેતા ચંદ્રકાંતભાઇ મનહરભાઇ કાછીયા ની ફરિયાદ મુજબ તેમની હિરો કંપનની સ્પ્લેન્ડર મોટર સાયકલ નં GJ. 22 L.1220 કિ.રૂા.૨૫,૦૦૦/- ની તા-૧૭/૦૭/ ૨૦૨૧ ના સવારના કલાક ૦૪/૦૦ થી સવારના ૦૬/૩૦ વાગ્યાના  દરમ્યાન તેમની મોટર સાઇકલ ઘરના આંગણા મા સ્ટેરીંગ લોક કરી મુકેલ હતી જેનું સ્ટેરીંગ લોક તોડી કોઇ અજાણ્યા ચોર ચોરી કરી લઈ જતા રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:18 pm IST)