Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ રજૂ કરી ન શકે તેવા મતદારો આધાર કાર્ડ , ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત 11 પ્રકારના દસ્તાવેજો રજૂ કરીને મતદાન કરી શકશે

ગાંધીનગર  :  ભારતનાં ચૂંટણી પંચ, નવી દિલ્હીનાં આદેશથી આપવામાં આવેલ નિર્દેશ અનુસાર, ગુજરાત રાજયમાં તા.૦૩ નવેમ્બરના  રોજ યોજાનાર ૦૧-અબડાસા, ૬૧-લીંબડો, ૬૫પ-મોરબી, ૯૪-ધારી, ૧૦૬-ગઢડા (અ.જા), ૧૪૭-કરજણ, ૧૭૩-ડાંગ (અ.જ.જા) તથા ૧૮૧-કપરાડા (અ.જ.જા) વિધાનસભા મતવિભાગોની પેટા ચૂંટણીમાં મતદાન મથક ખાતે મતદાન કરતાં પહેલાં જેઓને મતદાર ફોટો ઓળખકાર્ડ (EPIC) ઇસ્યુ કરવામાં આવેલ છે તેવા તમામ મતદારો ઓળખ પ્રસ્‍થાપિત કરવા મતદાર ફોટો ઓળખકાર્ડ (EPIC)  રજૂ કરી મતદાન કરી શકશે. મતદાર ફોટો ઓળખકાર્ડ (EPIC)  રજૂ ન કરી શકે તેવા મતદારોએ આ મુજબના ૧૧ દસ્તાવેજો પૈકી કોઇ એક દસ્તાવેજ

ઓળખ પ્રસ્‍થાપિત કરવા માટે રજુ કરી શકશે.

(૧) આધાર કાડ

(ર) મનરેગા હેઠળ કાઢી આપવામાં આવતું જોબ કાર્ડ

(૩) બેન્ક/પોસ્ટ ઓફિસ તરફથી કાઢી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક

(૪) શ્રમ મંત્રાલયની યોજના અન્વયે કાઢી આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ

(પ) ડ્રાઇવીંગ લાયસન્સ

(૬) પાનકાર્ડ

(૭) એનપીઆર (પદ્યાંબળદ્યાં ૭0૩૫101 રિહ્ટ્ટાંડાટ) અન્વયે આરજીઆઇ દ્વારા કાઢી આપવામાં આવતું સ્માર્ટ કાર્ડ

(૮) ભારતીય પાસપોર્ટ

(૯) ફોટોગ્રાફ સાથેના પેન્શન દસ્તાવેજ

(૧૦) કેન્દ્ર/રાજય સરકાર/જાહેર ક્ષેત્ર ઉપક્રમો/જાહેર લિમિટેડ કંપનીઓ તરફથી કર્મચારીઓને કાઢી

આપવામાં આવતા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, અને

(૧૧) સંસદ સભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને આપવામાં આવેલ અધિકૃત સરકારી ઓળખપત્રો Overseas electors તરીકે નોંધણી થયેલ મતદારે મતદાન મથકે ફક્ત 'અસલ પાસપોર્ટરજૂ કરીને તેમની ઓળખ પ્રસ્‍થાપિત કરવાની રહેશે  તેમ ડો. એસ મુરલીક્રિષણા

મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાતની યાદીમાં જણાવાયું છે

(9:09 pm IST)