Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

દેડીયાપાડાના શીયાલી ગામના નોકરી પર જતાં યુવાનને ચક્કર આવી પડી જતા ઇજાના કારણે મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના શિયાલી ગામના સંગીતાબેન સંજય ભાઇ વસાવાની ફરિયાદ મુજબ તેમના પતિ સંજયભાઈ બુધીયભાઇ વસાવા( ઉ.વ-૩ર) ગતરોજ સાંજના આશરે સાડા પાંચેક વાગ્યે પોતાના ઘરેથી નોકરી ઉપર જવા માટે પોતાના ઘરમાંથી બહાર નીકળતા હતા તે વખતે ઘરના બીજા ઓરડામાં જતા અચાનક ચક્કર આવી જતા નીચે પડી જતા આ માથામાં ઇજા થતા વડોદરા થી અમદાવાદ ખાતે સારવાર અર્થે લઇ જતા હતા તે વખતે રસ્તામાં તેમનું મોત નિપજ્યું હતું.દેડીયાપાડા પોલીસે અ. મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(10:37 pm IST)