Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

દેડીયાપાડાના જાનકી આશ્રમ પાસે ઘાતકી રીતે પશુઓની હેરાફેરી કરનારા 2 શખ્શોને મુદામાલ સાથે ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેડીયાપાડા પોલીસે જાનકી આશ્રમ પાસેથી ટ્રક નંબર GJ-07-YY-3560 ના ચાલક દાદુભાઈ બચુભાઈ મલેક (રહે.રતનપુર,તા.ઝગડીયા, જી.ભરૂચ) ને પોતાના વાહન મા ૮ મોટી ઉમરની ભેંસ તથા ૪ પાડીયા ભરી તથા ટ્રક નંબર GJ-16 X 9291 ના ચાલક ઈરફાન ઈબ્રાહીમ નાગોરી (રહે.છીપવાડ ભરૂચ, તા.,જી ભરૂચ )નાઓ ૮ મોટી ઉમરની ભેંસ તથા ૪ પાડીયા (બચ્ચા) ભરી આ બન્ને ટ્રક ચાલકોએ પોતાના કબજાની ટ્રકમાં ભેંસો તથા પાડીયા માટે ઘાસચારા અને પાણીની સગવડ નહીં રાખી વાહનમા પશુઓ દોરડા વડે ચુસ્ત રીતે બાંધી હવા ઉજાસ ન મળી રહે તે રીતે વાહનોમા તાડપત્રી બાંધી પશુઓની હેરફેર પાસ પરમીટ વગર વાહન સાથે કૂલ ટ્રક વાહન નંગ -૨ કૂલ કિમત રૂપીયા ૧૦ લાખ તથા કૂલ ભેંસ નંગ-૧૬ કિમત રૂપીયા ૩,૨૦,૦૦૦ તથા કૂલ પાડીયા નંગ-૮ કૂલ કિમત રૂપીયા ૧૬,૦૦૦  સાથે મળી આવી પકડાઇ ગુનો કરતા પોલીસે પશુ ઘાતકીપણા એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:32 pm IST)