Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

ધાનેરાના ભાટિબ ગામની સીમમાંથી ઝાડ પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

પરિવારે હત્યાનો ગુનો દાખલ કરવા કરી માગ કરી: મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર

ધાનેરા તાલુકાના ભાટિબ ગામની સીમમાંથી ઝાડ પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવકના પરિવારે જ્યાં સુધી ઘટનાનો ભેદ ન ઉકેલાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

ધાનેરા તાલુકાના ભાટિબ ગામનો 25 વર્ષીય ચંદુભાઈ ખાભુ પોતાના ઘરેથી કંઈ પણ કીધા વગર નીકળી ગયો હતો. જેના પછી તેના પરિવારજનોએ શોધખોળ કરતા ભાટિબ ગામની સીમમાંથી ઝાડ પર લટકતી હાલતમાં તેનો મૃતદેહ મળી આવતા પરિવારજનો પર આભ ટૂટી પડ્યુ હતું. આ અંગેની જાણ પરિવારજનોએ ધાનેરા પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકની હત્યા થઈ છે કે આત્મહત્યા કરી તે દિશામાં તપાસ હાથ ધરી છે.

(11:56 pm IST)