Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ડ્રાયફ્રુટના ભાવમાં વધારો : આયાતી ચોકલેટ પણ મોંઘી

સોના-ચાંદી-રેડીમેડ ગાર્મેન્ટ-પગરખા વગેરેનીબજારમાં રોનક જોવા મળી : ઘરાકી નીકળતા વેપારીઓ ખુશ

અમદાવાદ,તા. ૧૮: કોરોના મહામારીના કારણે છેલ્લાં દોઢેક વર્ષમાં વેપારીઓના ધંધા ચોપટ છે, ગત દિવાળી સમયે પણ કોરોનાકાળને કારણે મંદીનો ઓછાયો હાવી રહ્યો હતો, અલબત્ત્।, અત્યારે જનજીવન રાબેતા મુજબનું થયું છે ત્યારે હોલસેલ અને રિટેઈલ માર્કેટમાં ઘરાકી નીકળી છે, તેને જોતાં આગામી સમયમાં બજારમાં રોનક દેખાશે. રવિવારે પણ રેડીમેઈડ, કાપડ અને ચપ્પલ સહિતના વિવિધ બજારમાં ખરીદી માટે ભારે ધસારો રહ્યો હતો. વેપારીના જણાવ્યા મુજબ કોરોના લીધે કેટલાક લોકો ઓનલાઈન ખરીદી કરી રહ્યા છે, જેના લીધે વેપારીઓ દ્વારા ઓનલાઈનમાં વેપલો ચાલુ કર્યો છે તોે ઓનલાઈન વેપાર માટે અનુભવી સ્ટાફની અછત હોવાથી કેટલાક વેપારીઓએ અનુભવી લોકોને ટકાવારીથી વેચાણનું કામકાજ સોંપ્યું છે.

દિવાળીના તહેવારમાં દ્યરાકી નીકળતા વેપારીઓ ખુશીની લાગણી ફરી વળી છે. હોલસેલ માર્કેટમાં દિવાળીની ઘરાકી સારી રહી છે. જેના લીધે રિટેઈલ માર્કેટમાં પણ ઘરાકી નીકળી છે. ગીફટ આર્ટીકલમાં પણ ૨૦ ટકા સુધીનો વધારો થયો હોવાનું રિટેઈલના વેપારીઓ જણાવી રહ્યાં છે. કાપડ બજારમાં દ્યરાકી નીકળતાં ટેલરોને દિવાળીનું કામ મળતું શરૂ થયું છે. સામાન્ય દિવસોમાં શર્ટના બટનના ૬૦ ગાજના કામ થતા હતા તે અત્યારે ૩૫૦ થી ૪૦૦ ગાજ પાડવામાં આવી રહ્યા છે.

દિવાળીના તહેવારમાં ગીફટમાં ડ્રાયફ્રૂટના ગીફટ પેકેટ આપવામાં આવતા હોય છે. આ વર્ષે ડ્રાયફ્રૂટમાં ૧૫ ટકા સુધીનો વધારો થયો છે. વેપારીના જણાવ્યા મુજબ બદામ, અખરોટ, કાજુ, પીસ્તા, અંજીર, કીસમીસ, જરદાળુના ભાવોમાં ૧૫ ટકાનો વધારો થયો છે. જો કે વેપારીએ જણાવ્યું હતું કે, અફદ્યાનિસ્તાનથી ડ્રાયફ્રૂટ બંધ થતા એક સમયે ૩૦ ટકા સુધીનો વધારો થયો હતો પણ ડ્રાયફ્રૂટનો જથ્થો બજારમાં આવવાનું શરૂ થતાં જ અત્યારે ભાવોમાં ૧૫ ટકા સુધીનો વધારો થયો છે.

દિવાળીના તહેવારને પગલે ચપ્પલ બજારમાં દ્યરાકી નીકળી છે. આ વર્ષે ચપ્પલ બજારના વેપારમાં ૨૫ ટકાનો વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે. વેપારીએ જણાયું છે કે, આજે રવિવાર રજાના દિવસે ચપ્પલ બજારમાં દિવાળીની ભીડ જામી હતી. જે ચપ્પલ રૂ.૨૦૦માં મળતી હતી તે અત્યારે રૂ.૨૫૦માં મળી રહી છે. આજ પ્રમાણે બૂટ રૂ.૮૦૦માં મળતા હતા તે અત્યારે રૂ.૧૦૦૦માં મળી રહ્યાં છે. વેપારીના જણાવ્યા મુજબ દિવાળીમાં ઘરાકી નીકળવાને લીધે પહેલેથી ખરીદી કરી લીધી હતી. છેલ્લા દોઢ વર્ષથી દુકાનના ખર્ચા કાઢવા મુશ્કેલ હતા.

દિવાળીના તહેવારમાં મીઠાઈની જગ્યાએ ગીફટમાં ઈમ્પોર્ટેડ ચોકલેટ આપવાનો ટ્રેન્ડ છેલ્લા બે વર્ષથી શરૂ થયો છે. છેલ્લા ઘણા સમયથી ડયૂટીમાં વધારો થવાને લીધે ઈમ્પોર્ટેડ ચોકલેટના ભાવોમાં ૪૦ ટકા સુધીનો વધારો થયો છે. સામાન્ય દિવસોમાં જે ચોકલેટનું પેકેટ રૂ.૬૦૦માં મળતું હતું તે વધીને અત્યારે રૂ.૮૪૦માં મળી રહ્યું છે. ચોકલેટના વેપારીઓ જુદા જુદા આકર્ષણવાળા પેકેટમાં ચોકલેટ મૂકીને તૈયારી કરીને કંપનીઓ અને ગીફટની દુકાનોમાં આપતા હોય છે. ચોકલેટના હોલસેલ વેપારીના જણાવ્યા મુજબ આ વર્ષે દિવાળીની અત્યારથી દ્યરાકી નીકળી છે. 

(9:58 am IST)