Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

રાજપીપળા રેલ્વે ગરનાળા નજીક આવેલા ગેરેજમાં જરૂરી રજીસ્ટર ન નિભાવનાર સંચાલક સામે SOG એ ગુનો દાખલ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં કાયદાનું પાલન ન કરનારા ઈસમો ઉપર એસઓજી ટીમ સતત વોચ રાખતી હોવાથી આજરોજ એક ગેરેજના સંચાલક વિરુદ્ધ કાયદાનો કોયડો વીંજ્યો હતો.
 મળતી માહિતી મુજબ તા.17 ઓક્ટોમ્બરે એસ.ઓ.જી. પો.ઇન્સ . કે.ડી.જાટની સુચના મુજબ એસઓજી ટીમ ચેકિંગ માં હતી જેમાં રાજ્યમાં ભુતકાળ માં બનેલ આતંકવાદી તત્વો દ્વારા વિવિધ જગ્યાઓએ બોમ્બ બ્લાસ્ટ દ્વારા જાનહાની , માલ - મિલ્કતોને નુકશાન પહોચાડી ભયનો માહોલ સર્જવાની ઘટનાઓ બનેલ જે ઘટનાઓમાં મોટે ભાગે બોમ્બ બ્લાસ્ટ માટે જુની સાયકલો તેમજ જુના સ્કૂટર અને જુની કારો તથા અન્ય જુના વાહનો તથા તેના સ્પેરપાર્ટોનો ઉપયોગ આ તત્વો દ્વારા કરાતો હોય છે , જે વાહનો મોટા ભાગે ગેરેજ વાળા પાસેથી મેળવવામાં આવતા હોય છે . તેમજ ચોરીના વાહનો ગેરજવાળા પાસે આવી ચોર ઈસમો વાહનો વેચી દેતા હોય છે તેમજ સ્પેરપાર્ટ છુટા પડાવી અલગ અલગ ગેરેજ ઉપર વેચી દે છે.જેના કારણે જાહેર સલામતી સુરક્ષા તેમજ શાંતીનું વાતાવરણ જોખમાવાના કારણે આમ નાગરિકો તેમજ પ્રજામાં અસુરક્ષાનો માહોલ ફેલાય છે જેથી ગેરેજ માલિકોએ રજીસ્ટર નિભાવવુ પડતું હોવા બાબતે નર્મદા એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન રાજપીપળા રંગઅવધુત રેલ્વે ગરનાળા નજીક આવેલા ગુજરાત ઓટો ગેરેજ પર અબ્દુલ જમીર ગની સૈયદ રહેવાસી રાજપીપલા , આરબટેકરા એ તેને ત્યાં મોટરસાયકલ રીપેરિંગ કરવા આવેલા વાહનોની  નોંધ નમુના મુજબનો રજીસ્ટર નિભાવેલ છે કે કેમ ? તેની ખરાઇ કરતા કોઇપણ પ્રકારનું રજીસ્ટર નિભાવેલ ન હોવાથી એસઓજી એ ગુનો દાખલ કર્યો છે.

(11:13 am IST)