Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

નર્મદા ACB ના છટકામાં પકડાયેલા સબ રજીસ્ટ્રાર દિલીપ તરૈયાનો કોવિડ ટેસ્ટ કરી જેલ ભેગા કરાયા

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળા ખાતે આવેલી નાંદોદ સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારી ને શનિવારે બે હજાર રૂપિયાની લાંચ લેતાં નર્મદા એસીબી ટીમે રંગે હાથ પકડી લીધા બાદ આ કેસની તપાસ ભરૂચ એસીબી ને સોંપઇ છે

   નર્મદા એસીબી એ શનિવારે સબ રજીસ્ટ્રાર ની કચેરી નાંદોદ ખાતે દસ્તાવેજની નોંધણી માટે આવતા અરજદારો પાસે રૂ.૫૦૦ થી રૂ. ૨૦૦૦ ની લાંચની માંગણી કરતા અને લાંચની રકમ નહીં આપે તો અરજદારોને ધક્કા ખવડાવી સમયસર દસ્તાવેજ નોંધણી નહીં કરતા હોવાની માહિતીના આધારે સબ રજીસ્ટ્રારની કચેરી નાંદોદ ખાતે લાંચનું ડિકોય છટકુ ગોઠવતા આક્ષેપિત દિલીપકુમાર લાભશંકર તેરૈયા ચાર દસ્તાવેજ કરી આપવાના અવેજ પેટે લાંચની રકમ રૂ. ૨૦૦૦ ની માંગણી કરી અને આ રકમ સ્વીકારતા રંગે હાથ પકડાઇ જતા બી. ડી. રાઠવા, પોલીસ ઇન્સ્પેક્ટર નર્મદા એ.સી.બી. પોલીસ સ્ટેશન નાઓએ તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યા બાદ આ કેસની તપાસ ભરૂચ એસીબી ને સોંપવામાં આવી હોવાનું બી.ડી.રાઠવાએ જણાવ્યું હતું.

ભરૂચ એસીબી ના પીઆઇ એસ.આર પટેલે ટેલિફોનિક વાતમાં જણાવ્યું કે હાલમાં દિલીપ તરૈયાનો કોવિડ ટેસ્ટ કરી તેને જેલ ભેગા કરવામાં આવ્યા છે વધુ તપાસ ચાલુ છે.

(11:16 am IST)