Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

રાજપીપળા અખીલ હિન્દ મહિલા પરિષદના 75માં વર્ષની ઉજવણી નિમિત્તે શેરી ગરબાનું આયોજન થયું

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળા અખીલ હિન્દ મહિલા પરિષદ દ્વારા સંસ્થાના ૭૫ મા વર્ષની ઉજવણી તથા નવરાત્રી મહોત્સવ નિમિતે રાજપીપલા શહેરમાં શેરી ગરબાની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ શેરી ગરબામાં રાજપીપલાની ૯ ટીમોએ હરીફાઈમાં ભાગ લીધો હતો જેમાં પ્રથમ નંબરે સોનીવાડ,બીજો નંબર દરબાર રોડ જયારે ત્રીજા સ્થાને સંસ્કૃતિ યુવા મંડળ કાછીયાવાડ ને વિજેતા જાહેર કરાયા હતા, આ પ્રસંગે વોર્ડ નં ૪ના કોર્પોરેટર ગિરિરાજ ખેર, આશિષભાઈ, પંકિલભાઈ પટેલ તથા દર્શનભાઈ હાજર રહ્યા હતા.
પ્રથમ આવનાર ટીમને ઇનામ પેટે રૂ ૨૧૮૦ દ્વિતીય ઇનામ રૂ.૧૫૦૦ તથા તૃતીય ઇનામ રૂ.૧૧૦૦ આપવામાં આવ્યું હતું સ્પર્ધક બધી બહેનોને લા્હાણી પણ આપી હતી નિર્ણાયક માં ઉર્વીબેન પરીખ, સીમાબેન ઋષિ તથા વંદનાબેન પરીખે પોતાની સેવા આપી હતી

(11:21 am IST)