Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

DGVCL,સુરત રૂરલ ડીવીઝનના એચ.આર હેડ નિરવ દેસાઈ સત્તાનો દુરુપયોગ કરતા હોવાના આક્ષેપ સાથે ઉચ્ચ કક્ષાએ રજુઆત

ડિજીવીસીએલ સુરત રૂરલ ડિવિઝનના એચ.આર હેડ દ્વાર પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરી દસમુ પાસથી ગ્રેજ્યુટ થઈ ગયા બાદ ફરિયાદ થતા ફરી દસમુ પાસ થઈ ગયા બાદ યુનિયન દ્વાર મુખ્યમંત્રી અને ઉર્જામંત્રીને સમગ્ર ગુન્હામાં ઉચ્ચસ્તરીય તપાસ કરવા માંગ કરાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડીજીવીસીએલ કંપનીમાં હાલ સુરત રૂરલ સર્કલમાં એચ.આર વિભાગના વડા આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા નિરવ દેસાઇ અને ઇંટુક યુનિયનના સેક્રેટરી જનરલ અને સંલગ્ન મહામંડળના સેક્રેટરી જનરલ પોતે દસમું / S.S.C પાસ હોવા છતાં વર્ષ ૨૦૧૯ ની પોતાની સિનિયોરિટીમાં નકલી સર્ટિફિકેટ મૂકી જાતે જાતે સુરતરૂરલ ડિવિજનના એચ.આર હેડ તરીકે પોતાની સિનિયોરિટીમાં S.S.C / TYBA લખી દેતા કર્મચારી વર્ગમાથી ફરિયાદ ઊભી થતાં પુરાવાનો નાશ કરી ફરી વર્ષ ૨૦૨૦ ની સિનિયોરિટીમાં દસમું / S.S.C પાસ સુધારી દઈ કરેલ ગંભીર ગેરરીતિ બાબતે પોલીસ ફરીયાદ દાખલ કરી કાર્યવાહી કરવા તથા ઉચ્ચકક્ષાએ વિજિલન્સ તપાસ સોપી નિષ્પક્ષ તપાસ કરવા બાબત અમારા યુનિયન દ્વારા મેનેજમેંટ નેઅગાઉ કરેલ ફરિયાદ બાબત કોઈ કાર્યવાહી ન કરાતા અને ડીજીવીસીએલ ના હાલના HR વડા AGM HR બને એક જ યુનિયનના સક્રિય સભ્યો હોય તમામ તપાસ દબાવી દઈ પુરાવાઓનો નાશ કરેલ હોય અને આર.ટી.આઈ માં પણ માહિતી ન આપતા હોવાથી . અમારા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા ગુજરાતનાં માનનીય મુખ્યમંત્રી તથા ઉર્જા વિભાગના માનનીય ઉર્જામંત્રી ( કેબિનેટ ) તથા ( રાજ્યકક્ષા ) અને ગુજરાત તકેદારી આયોગ ( વિજિલન્સ કમિશનર ) ને ડીજીવીસીએલ કંપની બહારથી તથસ્ટ તપાસ કરાવવામાં આવે તેવી ફરિયાદ કરવામાં આવેલ છે.નીરવ દેસાઇ કે જેઓ પોતે વર્ષ ૨૦૧૮-૧૯ , ૨૦૧૯-૨૦ તથા વર્ષ ૨૦૨૦-૨૧ માં સુરત રૂરલ ડિવિઝનના H.R વિભાગના વડા ( હેડ ક્લાર્ક ) તરીકે કાર્યરત હતા . ત્યાં તેમને H.R. હેડ તરીકે દરેક કર્મચારીની સર્વીસ બુક નિભાવણી તથા તેમના અભ્યાસ / શૈક્ષણિક લાયકાત અંગે તેમની બઢતી , બદલી તથા તેમની સારી ખરાબ બધી નોંધ રાખવાની કે તેમાં સમયાંતરે સુધારા વધારા કરવાની તમામ જવાબદારી અને દેખરેખ રાખવાની વહીવટી સત્તાઓ H.R. હેડ તરીકે તેમની હતી . પોતાને મળેલી વહીવટી સત્તાઓથી તેમણે પોતે પોતાની શૈક્ષણિક લાયકાત વર્ષ ૨૦૧૮(૧-૪-૨૦૧૮) ની સીનીયોરીટીમાં દસમું / S.S.C પાસ દર્શાવી હતી અને વર્ષ ૨૦૧૯ ( ૧-૪-૨૦૧૯ ) ની સિનિયોરિટીમાં તેમની પોતાની શૈક્ષણિક લાયકાતમાં S.S.C / T.Y.B.A કરી દીધી હતી . આમ તેમણે પોતાને મળેલ વહીવટી સત્તાઓ નો દૂર ઉપયોગ કરી સંસ્થાને ગેરમાર્ગે દોરી પ્રમોશન મેળવવા દસમું / S.S.C ના બદલે S.S.C / T.Y.B.A કરી ગંભીર ગુન્હાહિત કૃત્ય આચારેલ હતું . સમગ્ર બાબત ની ફરિયાદ કર્મચારી વર્ગમાથી અમારા યુનિયનને મળતા અમારા યુનિયન દ્વારા રજૂઆત કરાતા તેમણે પોતે જાતે જાતે પોતાની વર્ષ ૨૦૨૦ ( ૧-૦૪-૨૦૨૦ ) ના રોજ જાહેર કરાયેલ સિનિયોરિટીમાં ફરી દસમું / S.S.C પાસ કરી દીધેલ હતી . આ બાબત ની ફરિયાદ કરાતા ડીજીવીસીએલ ના એચ.આર વડા તેમના ઇંટુક યુનિયનના સક્રિય સભ્ય હોય તેમના દ્વારા તેમની સત્તાની રૂએ સમગ્ર તપાસમાં જુનિયર ક્લાર્કની ટાઈપિંગ ભૂલ થયાનું રિપોર્ટિંગ કરાવી સમગ્ર ગુનાને દબાવી દેવામાં આવ્યો . પરંતુ સાપ જાય તો લીસોટા રહી જાય તેમ આ નીરવ દેસાઇ એ ખરેખર તેમની સિનિયોરીટીમાં S.S.C / T.Y.B.A કરી ગંભીર ગુન્હાહિત કૃત્ય આચારેલ હોવાની વાત ને સમર્થન ત્યારે મળ્યું કે જ્યારે , એક જાગૃત કર્મચારી આર.જી. પટેલ દ્વારા નીરવ દેસાઈના શક્ષણિક લાયકાત તથા અભ્યાસ બાબતના કાગળો RTI થી માંગવામાં આવ્યા . પરંતુ એચ.આર વડા અને બનેનો પ્રભાવ હોવાથી સુરત રૂરલના તત્કાલિન અધિક્ષક ઇજનેર સુરતી સાહેબ દ્વારા પણ તે માહિતી છુપાવી અને ન આપતા આર.જી.પટેલ દ્વ્રારા RTI માં તેમના કાગળો અને અરજીઓ નિરીક્ષણ કરવાની માંગણી કરતાં તેમને રૂબરૂમાં જવા મળેલ માહિતીમાં નીરવ દેસાઈની વધુ અભ્યાસ માટે મંજૂરીની અરજી વર્ષ ૨૦૧૨ માં કડોદરા ડિવિઝનમાં Dy.SEst હતા ત્યારે તા .૨૯.૧૨.૨૦૧૨ ના રોજ તેમણે અરજી આપી મંજૂરી માંગેલી હતી . તેના સામે સુરત રૂરલ સર્કલ દ્વારા તેમને NOC આપેલ છે . જે માહિતી મેળવેલ છે . તથા ૨૦૧૫ માં નીરવ દેસાઇ દ્વારા T.Y.B.A ગ્રેજયુટ થી ઉચ્ચતર અભ્યાસ MBA કરવા માટે અરજી આપી માંગણી કરેલ હતી . જેની સામે સુરત રૂરલ સર્કલ દ્વારા  તા .૧૨.૦૮.૨૦૧૫ . ના રોજ થી સુરત રૂરલ સર્કલ દ્વારા NOC આપવામાં આવેલ હતી . આ તમામ સત્ય હકીકતો ઉજાગર થયેલી હતી . નીરવ દેસાઇએ ઉચ્ચતર અભ્યાસ માટે મજૂરી મેળવી હતી એટ્લે તેઓ ગ્રેજયુત થયાનું સર્ટિ સંસ્થામાં રજૂ કરેલ તે વાત ચોક્કસ છે . અને તેના આધારે જ તેમણે પોતાની સિનિયોરિટીમાં S.S.C / T.Y.B.A નોધ કરેલ હતી તે વાત ને પણ સમર્થન મળે છે . તેમ છતાં નીરવ દેસાઇ દ્વારા ફરી વર્ષ ૨૦૨૦ (૧-૦૪-૨૦૨૦) માં પોતાની સિનિયોરિટીમાં દસમું / S.S.C પાસ કરી દીધેલ હોય તેમના દ્વારા ખોટા સર્ટિફિકેટ રજૂ કરેલાનું કોભાંડ બહાર આવી જાય તે બીકે જ સિનિયોરિટીમાં S.S.C / T.Y.B.A ના બદલે ફરી દસમું / S.S.C પાસ કરી દીધેલ હતું . અને આમ કરી તેમના દ્વારા ગંભીર ગુનો આચારેલ હોય તથા ડીજીવીસીએલના એચ.આર વડા તેમના ઇંટુક યુનિયનના સક્રિય સભ્ય હોય તેમના દ્વારા તેમની સત્તાની રૂએ સમગ્ર દસ્તાવેજી પુરાવા નો નાશ કરી કે કરવી દીધેલાની અમારી ફરિયાદ છે . આ બાબતે આ બને એચ.આર વડાઓને ફરજ મોકૂફ કરી વિજિલન્સ તથા આઇટી ડિપાર્ટમેંટ તરફથી તપાસ કરવામાં આવે તો જ સંપૂર્ણ સત્ય ઉજાગર થાય તેમ છે . જો તેઓ ફરજ ઉપર ચાલુ હોય અને તપસ કરવામાં આવે તો તેમની સત્તાની રૂએ પુરાવા સાથે છેદછાડ કરવો કે તપાસમાં અવરોધ રૂપ બનવા સાથે સાક્ષી પુરાવાને પણ પ્રભાવિત કરી શકે તેમ છે . માટે આ બને એચ.આર અધિકારીઓને ફરજ મોકૂફ કરી આ કેસમાં સમગ્ર તપાસ કરવા આજરોજ ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી તથા ઉર્જા વિભાગના માનનીય ઉર્જા મંત્રી ( કેબિનેટ ) તથા ( રાજ્યકક્ષા ) અને ગુજરાત તકેદારી આયોગ ( વિજિલન્સ કમિશનર ) ને ડીજીવીસીએલ કંપની બહારથી તથસ્ટ તપાસ કરાવવા જાહેર હિતમાં આ તમામ આક્ષેપો સાથે માંગણી કરાઈ છે .

(11:23 am IST)