Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ બનવા માટે મેં કોઇ માંગણી કરી નથી પરંતુ પાર્ટી હાઇકમાન્ડ નક્કી કરશે તે શિરોમાન્ય : બે ચાર દિવસમાં નામ નક્કી થઇ જશે : ગુજરાતના કોંગ્રેસ પ્રયાસો અમે સૌ સાથે મળીને કરીશું: કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ

રાજકોટ તા.૧૮:ગુજરાત કોંગ્રેસ પ્રમુખ બનવા માટે મેં કોઈ માગણી કરી નથી પરંતુ પાર્ટી હાઈકમાન્ડ નક્કી કરશે તે શિરોમાન્ય રહેશે. બે ચાર દિવસમાં નામ નક્કી થઈ જશે . ગુજરાતના કોંગ્રેસ સત્ત્।ા ઉપર આવે તેવા પ્રયાસો અમે સૌ સાથે મળીને કરીશુ.તેમ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે 'અકિલા' સાથેની વાતચીતમાં આજે સવારે જણાવ્યું હતું.હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે હું અત્યારે અમદાવાદમાં જ છું દિલ્હી ગયો નથી. ગુજરાતમાં પ્રજાના પ્રશ્નોને વાચા મળે તે માટે અમે સૌ સાથે મળીને લોકોનો અવાજ ઉઠાવીશું. ગુજરાતના લોકોને ભાજપ સરકાર તરફથી થઈ રહેલા અન્યાય માં ન્યાય મળે તે માટે સતત પ્રયત્નશીલ રહીશું.

(11:40 am IST)