Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

સુરત : સ્કૂલમાં 50થી 70 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા નહિ દેવાતા હોબાળો

વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા આપવાનો અધિકાર છીનવાયો: સ્કૂલ દ્વારા ફી ન ભરી હોવાથી 50થી 70 વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા નહી દેવાતા ભારે રોષ

સુરતમાં એક સ્કૂલમાં હોબાળો થયો છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા આપવાનો અધિકાર છીનવાયો હોવાથી ભારે રોષ જોવા મળી રહ્યો છે. પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી આરએમજી મહેશ્વરી સ્કૂલમાં આ ઘટના ઘટી છે. જ્યાં બાળકોને પરીક્ષા ન આપવા દેટા વિદ્યાર્થીઓ અને વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.

 સ્કૂલ દ્વારા ફી ન ભરી હોવાથી 50થી 70 વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા ન દેવામાં આવ્યા. જે બાદ બાળકો તેમજ વાલીઓમાં રોષ વ્યાપ્યો છે. ઘટનાને પગલે કેટલાક સવાલો પણ ઉઠી રહ્યા છે. ફી માટે વિદ્યાર્થીઓના ભાવિ સાથે કેમ ચેડાં કરાય છે? ફી વસૂલવા માટે વિદ્યાર્થીને પરીક્ષામાં ન બેસવા દેવા કેટલા યોગ્ય? સમજદારીથી કામ લેવાની જગ્યાએ કેમ લેવાય છે આવા પગલાં? તેવા સવાલો ઉઠી રહ્યાં છે

(12:10 pm IST)