Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

સુરતમાં મોર્નિંગ વોર્ક પર નીકળેલા યુવક પર અજાણ્યા

મોપેડ પર આવેલા ત્રણ શખ્સોએ કહ્યું કે, તે મારી સાથે ગાડી ઠોકી છે એમ કહીને ચપ્પુના ઘા ઝીક્યા

સુરત : શહેરના સિંગણપોર વિસ્તારની પંચવટી સોસાયટી બહાર એક યુવક પર હુમલો થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બાળક સાથે મોર્નિંગ વોક પર નીકળેલા યુવક પર ચપ્પુ વડે અજાણ્યા શખ્શો વડે હુમલો કરવામાં આવ્યો છે. યુવકના કહ્યા અનુસાર, મોપેડ પર આવેલા ત્રણ શખ્સોએ કહ્યું કે, તે મારી સાથે ગાડી ઠોકી છે એમ કહીને ચપ્પુના ઘા ઝીક્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. યુવકે આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા સિંગણપોર પોલીસએ સીસીટીવીના આધારે હુમલાવરોની શોધખોળ શરુ કરી છે.

(12:13 pm IST)