Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

પ્રથમ ડોઝનું ૯૦% રસીકરણ પૂર્ણ : ૧૮ વર્ષ સુધીના ૧.૨૫ કરોડ રસી પાત્ર

બાળકો માટે કેન્દ્રની ગાઇડલાઇન મુજબ રસીકરણ માટે ગુજરાત સરકાર સજ્જ : આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલની 'અકિલા' સાથે વાતચીત રાજ્યમાં ગઇ કાલ સાંજ સુધીમાં ૬,૬૮,૨૯,૫૭૪ ડોઝ અપાયા : કોરોનાના એકટીવ કેસ માત્ર ૨૦૭

રાજકોટ,તા. ૧૮ : રાજ્યમાં કોરોનાને મહાત કરવા માટે રસીકરણ ઝુંબેશ અવિતરણ ચાલી રહી છે. પ્રથમ ડોઝનું ૯૦ ટકા જેટલુ રસીકરણ પૂર્ણ થઇ ગયું છે. હવે ૧૮ વર્ષથી ઉપરના બાકીના લોકો માટે તેમજ ૧૮ વર્ષ સુધીના લોકો માટે  રસીકરણનું આયોજન છે. કેન્દ્રની સુચના બાદ બાળકોને રસી અપાશે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૬,૬૮,૨૯,૫૭૪ ડોઝ અપાયા છે. જેમાં સૌથી મોટો આંકડો ૧૮ થી ૪૫ વર્ષ સુધીના લોકોના પહેલા ડોઝનો છે. તે આંકડો ૨,૫૦,૪૨,૯૨૦ છે. ગઇ કાલના દિવસમાં ૧,૧૧,૬૬૨ લોકોને રસી મુકવામાં આવી હતી. ૧૮ વર્ષથી ઉપરના લોકોની સંખ્યા ૫ કરોડ આસપાસ છે. કોરોનાને નિયંત્રણમાં લાવવામાં રસીકરણે મહત્વનો ભાગ ભજવ્યો છે. ગઇ કાલે નવા માત્ર ૧૦ કેસ નોંધાયેલ. અત્યાર સુધીમાં કોરોનાગ્રસ્ત ૮,૧૫,૯૯૭ દર્દીઓ સાજા થઇ ગયા છે. દરમિયાન રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષીકેશ પટેલએ આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ છે હાલ ૧૮ વર્ષથી ઉપરના લોકોના પ્રથમ ડોઝનું ૯૦ ટકા જેટલુ રસીકરણ પૂર્ણ થઇ ગયું છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી અને છેલ્લી મતદાર યાદી ધ્યાને લેતા ૧૮ વર્ષથી ઉપરના ૪.૯૩ કરોડ લોકો રસી પાત્ર છે. ૧૮ વર્ષથી નીચેના રસીપાત્ર લોકોની સંખ્યા ૧.૨૫ કરોડ હોવાનો હાલનો અંદાજ છે. તેમના માટે કેન્દ્રની ગાઇડ લાઇન આવે તે મુજબ રસીકરણ કરવામાં આવશે.

કોને કેટલા ડોઝ અપાયા ?

ક્રમ

કેટેગરી

કુલ

હેલ્થ કેર વર્કર અને ફન્ટલાઇન વર્કર પ્રથમ ડોઝ

૧૯૬૮૦૧૩

હેલ્થ કેર વર્કર અને ફન્ટલાઇન વર્કર બીજો ડોઝ

૧૮૩૫૪૫૧

૪૫ વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ

૧૬૯૭૦૨૧૦

૪૫ વર્ષથી વધુ ઉંમરના બીજો ડોઝ

૧૧૩૯૧૩૬૦

૧૮-૪૫ વર્ષ સુધીના પ્રથમ ડોઝ

૨૫૦૪૨૯૨૦

૧૮-૪૫ વર્ષ સુધીના બીજો ડોઝ

૯૬૨૧૬૨૦

 

કુલ

૬,૬૮,૨૯,૫૭૪

(1:01 pm IST)