Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ઇદે મિલાદના જુલૂસ માટે ૪૦૦ લોકોની પરમીશન આપો

૧ વાહન અને ૧પ લોકોની પરવાનગી મશ્કરી સમાન : મુસ્લિમ ધારાસભ્યો ગૃહ વિભાગના પરિપત્રને અન્યાયી ગણાવી મુખ્યમંત્રીને રજુઆત

અમદાવાદ,તા.૧૭  ઈદે મિલાદના જુલુસ માટે  પરવાનગી આપવામાં ત્રણેે  ધારાસભ્યોની  જહેમત  બાદ રાજય સરકાર દ્વારા ફકત ૧ વાહન અને ૧૫ લોકોની  પરવાનગી આપવામાં આવતા  ધારાસભ્યો ગ્યાસુદીન શેખ,  હમ્મદ જાવેદ પીરઝાદા અને  મરાન ખેડાવાલાએ આ  પરવાનગીને મશ્કરી સમાન  ગણાવી મુખ્યમંત્રી ભુપેન્દ્ર  પટેલને તત્કાળ પત્ર પાઠવ્યો છે  અને સાદાઈથી પદયાત્રા સ્વરૂપે ૪૦૦ લોકો સાથે જુલૂસ  કાઢવાની પરવાનગી આપવા  માગણી કરી છે. ત્રણેે  ધારાસભ્યોએ ખુબ જ વ્યથિત  હૃદયે પાઠવેલા પત્રમાં જણાવ્યું  છે કે, ઈદે મિલાદુન્નબી જુલુસ  માટે જે ગાઈડલાઈન  આપવામાં આવી છે તે જોતા  અન્યાયની લાગણી ઉદ્ભવે છે.  એક તરફ  તમામ રાજકીય પક્ષો પણ  પોતાના કાર્યક્રમો કરી રહ્યા છે  તે જોતા ઈદે મિલાદુન્નબીના જુલુસ માટે ફકત ૧ વાહન અને  ૧૫ લોકોની પરવાનગી મશ્કરી  સમાન છે. કોરોનાની  મહામારીને કાબુમાં લેવા  સરકારની ગાઈડલાઈનનુ  પાલન કરવા તમામ  નાગરિકોની સાથે મુસ્લિમ  સમાજ પણ પુરતો સાથ સહકાર  આપેલ છે. હવે જયારે કોરોના  કાબુમાં છે તેવા સમયે વધુ લોકો એકત્રિતના થાય માટે  વહેલી સવારે ૭થી ૯ દરમ્યાન  ડીજે, વાહનો, હોલ નગારા  સિવાય કોરોનાની વર્તમાન  ગાઈડલાઈન મુજબ ફકત સમજદારીપુર્વક વહેવારીક  માગણી કરતા હાલ અન્ય  તહેવારોમાં જેમ ૪૦૦  લોકોની મંજૂરી આપવામાં  આવી છે તે જ પ્રમાણે સાદાઈથી પદયાત્રા સ્વરૂપે  ૪૦૦ લોકો સાથે જુલુસ  કાઢવાની પરવાનગી આપો  એવી  માંગણી અનુસંધાને  આપનો જવાબ પણ હકારાત્મક  હતો અને ગૃહરાજવમંત્રીએ ટેલિફોન દ્વારા જુલુસની  પરવાનગી આપી દીધાની  જાણકારી આપી હતી.  

ગુજરાત સરકારે તાજેતરમાં  સાર્વજનિક ગણેશોત્સવમાં અને  નવરાત્રિ દરમિયાન શેરી ગરબામાં  ૪૦૦  વ્યકિતઓ માટે પરમિશન  આપી હતી. પરંતુ ઇદ-એ-મિલાદના તહેવારમાં  જુલૂસ માટે ગણેશ વિસર્જનની  માફક એક જ વાહનમાં મહત્તમ  ૧૫ વ્યકિતઓ માટે મંજૂરી જાહેર  કરી છે. રાજ્યના ગૃહવિભાગે  ઇદ-એ-મિલાદ સંદર્ભે રવિવારે  પરિપત્ર બહાર પાડતાં, મુસ્લિમ  સમુદાયમાં તેના ઘેરા પ્રત્યાઘાત  સાથે વિરોધ ઊઠયો છે.  અમદાવાદની જામા મર્જિદના પેશ  ઇમામ મોહમ્મદ શબ્બીર આલમ  સિદિકીએ આ અંગે પરિપત્ર જોયા    બાદ સામૂહિક ચર્ચા બાદ પ્રતિક્રિયા  આપવાનું જણાવ્યું છે, જ્યારે  કોચેસના ત્રણ મુસ્લિમ  ધારાસભ્યોએ પરવાનગી સંદર્ભનો  પરિપત્ર મશ્કરીસમાન અને  અન્યાયી ગણાવી તે અંગે ફેરવિચાર  કરવા મુખ્યમંત્રીને અપીલ કરી છે.  ગૃહ વિભાગના પરિપત્રમાં  જણાવાયું હતું કે, ઇદ-એ-મિલાદમાં  નીકળનાર જુલૂસમાં મહત્તમ ૧૫  વ્યકિતઓ એક જ વાહનમાં સામેલ  થઈ શકશે. જુલૂસનું આયોજન માત્ર  દિવસ દરમિયાન જ કરી શકાશે.  જુલૂસનું વાહન જે વિસ્તારનું હોય તે  જ વિસ્તારમાં ફરી શકશે, શક્ય  તેટલા ઓછા સમયમાં જુલૂસ  ક્રઢવાનું રહેશે તેમજ જુલૂસ અને  ઉજવણી દરમિયાન કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

(1:03 pm IST)