Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

નાફેડ દ્વારા કોન્ટ્રાકટમાં બદલાવ અંગે મુખ્યમંત્રીને રજૂઆત

રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપ આગ્રણી શ્રી ચેતનભાઇ રામાણીની આગેવાનીમા સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એશોસીએશનના પ્રમુખશ્રી કિશોરભાઇ વિરડીયા તેમજ અન્ય હોદેદારોએ એ રાજયના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઇ પટેલની મુલાકાત લીઘી હતી જેમા એશોસીએશનના વિવિઘ પ્રશ્નોના મુદે ચર્ચા વિમર્શ કરી હતી જેમા ભારતની સર્વશ્રેષ્ઠ સહકારી સંસ્થા નાફેડ જે વિપુલ પ્રમાણમા ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરી વેપારીઓને વ્યાજબી દરે મગફળી વહેંચી નિકાલ કરતા હોય છે ત્યારે નાફેડ દ્વારા  તેમના  (પિ.એસ.એસ.) પ્રાઇસ સપોર્ટ સ્કીમ ના કોન્ટ્રાકટમા બદલાવ લાવી હરાજીના સમયે ફાઇનલ થયેલ ભાવની ડિપોઝીટ ભરવાપાત્ર હોય છે જે પહેલા માત્ર ૨ ટકા હતી જેને વધારીને ૫.૫ ટકા  કરી છે સાથે પહેલા ફુલ પેમેન્ટ માટે ૭ દિવસનો સમય આપવામા આવતો તેને ઘટાડીને બે દિવસ કરી નાખવામા આવ્યો છે તદઉપરાંત પેમેન્ટમા મોડુ થતુ તો ૩૦ દિવસ સુધીની મુદત આપવામા આવતી અને તેના પર ૧૨-૧૪-૧૮  ટકા જેટલુ વ્યાજ લેવામા આવતુ તેના બદલે હવે પેમેન્ટમા કોઇ જ જાતનુ એકસટેન્સેન નથી આપવામા આવતુ તેમજ પી.જી.વી.સી.એલ.ના પૂર્વ ચિફ ઇજનેરે એલ એન્ડ ટી કેપનીના ૨૦૦૫ ના સાલના મીટર કે જેની ૨૦૧૦ મા વોરંટી પૂર્ણ થઇ ગય છે તેવા મીટરમા ટેકનીકલ ખામી આવાના કારણે ક્ષતી આવેલ તો તેને અધિકારી દ્વારા પાવરચોરી ગણી એસોસીએશન પર કેસ નોંધેલ તો આવા કેટલાક પડતર પ્રશ્ન તેમજ હાલના પ્રશનોનુ તાતકાલીક પણે નિરાકરકણ લાવી નાફેડ અને પિ.જી.વી.સી.એલ. મા મુખ્યમંત્રી કક્ષાએ થી દરમીયાનગીરી કરવા રજૂઆત કરી હતી.

(3:42 pm IST)