Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

અમદાવાદમાં રિવરફ્રન્‍ટ પ્રોજેક્‍ટ હેઠળ લોકોને નવુ નઝરાણુ મળશેઃ 75 કરોડના ખર્ચે ફૂટ ઓવરબ્રિજનું કામ પૂરજોશમાં: સ્‍લેબ ભરવાની કામગીરી શરૂ

આ નવો બ્રિજ નદીના પૂર્વ અને પશ્ચિમના કિનારાને જોડશે

અમદાવાદઃ હેરિટેજ શહેર અમદાવાદ પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. આધુનિકતાની સાથે અમદાવાદે પોતાનો ઐતિહાસિક વારસો જાળવી રાખ્યો છે. અમદાવાદમાં અનેક પ્રસિદ્ધ સ્થળો આવેલા છે. તો ફરવા માટે પણ શહેરમાં અનેક સ્થળો છે. હવે અમદાવાદની શાનમાં વધુ એક વધારો થવાનો છે. અમદાવાદના લોકોને ટૂંક સમયમાં ફૂટ ઓવરબ્રિજની ભેટ મળવાની છે.

75 કરોડના ખર્ચે તૈયાર થશે ઓવરબ્રિજ

અમદાવાદમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હેઠળ એક નવું નજરાણું તૈયાર થઈ રહ્યું છે. 75 કરોડના ખર્ચે ફૂટ ઓવરબ્રિજનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. બ્રિજના માળખાનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. તો હાલમાં સ્લેબ ભરવાની કામગીરી શરૂ થઈ છે.

નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારાને જોડશે બ્રિજ

રૂપિયા 75 કરોડના ખર્ચે તૈયાર થનાર આ બ્રિજ નદીના પૂર્વ અને પશ્ચિમના કિનારાને જોડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યો છે. બ્રિજ બનાવવા માટે 2100 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યું છે. બ્રિજની લંબાઈ 300 મીટર છે. 100 મીટર વચ્ચેનો સ્પાન પણ છે. તો બ્રિજ પર બેસવાની પણ વ્યવસ્થા છે.

ફૂટ ઓવરબ્રિજ પર આરસીસી ફલોરિંગ, પ્લાન્ટર તથા સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. બ્રિજના છેડે પતંગ આકારના સ્કલ્પચર મૂકવામાં આ‌વશે. વચ્ચેના ભાગે 10 મીટરથી 14 મીટરની પહોળાઈમાં બેસવાની વ્યવસ્થા પણ મળી રહેશે. ચંપો, લોન અને ગ્રાસનું પ્લાન્ટેશન કરવાનું પણ આયોજન કરવામાં આવી છે. કલર ચેન્જ થઈ શકે એવી ડાઈનેમિક એલઈડી લાઈટ મુકાશે. અમદાવાદના આ નવા બ્રિજનું કામ ડિસેમ્બરના અંત સુધીમાં પૂરુ કરી દેવાનું આયોજન છે.

(5:19 pm IST)