Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ડરતા ડરતા ચેમ્બર સુધી માંડ પહોંચ્યો પરંતુ ન બનવાનું બની ગયું: અમદાવાદની રસપ્રદ ઘટના

આઇપીએસ અચલ ત્યાગી હજુ પૂછપરછ શરૂ કરે તે પહેલા કુખ્યાત ગેંગના બોસનું પેન્ટ બગડી ગયું

ખારા રણમાં મીઠી વીરડી જેવી ઘટના, ગુનેગારો પર પહેલાના યુગ જેવી હવે ધાક નથી તેવું સમજી નિરાશ થતાં સજ્જન લોકોને નવી આશા જાગી

 રાજકોટ તા. ૧૮, એક યુગ એવો હતો કે જે યુગમાં પોલીસ સ્ટાફ અને અધિકારીઓની એવી ધાક હતી કે ગુનેગારો તેમના નામથી થર થર ધ્રુજતા આવી બાબતોમાં ઘણા આઇપીએસ અધિકારીઓ  દ્વારા ચોક્કસ શહેર જિલ્લામાં સફાયો બોલાવી દેવાયેલ. સારા અને સજ્જન  માણસને જ આવકાર મળતો અને ગુનેગારો માટે પોલીસ મથકોમાં પ્રવેશ બાંધી હતી. સમય બદલાયો અને ગુનેગારો પણ પોતાની વગ વિસ્તરતા ગયા બીજી તરફ માનવ અધિકારના નિયમો સજ્જડ થતાં ગયા પોલીસ સ્ટાફ ની માનસિકતા બદલી ,અને ધાક ઓસરવા માંડતા લોકો પણ હવે જે આખા જિલ્લામાં ધાક રાખી શકે તેવા અધિકારીઓ ગણ્યા ગાંઠ્યા રહ્યા જોકે અમરેલી એસપી નિર્લિપ્ત રાય જેવા આંગળીના વેઢે ગણાય તેવા અધિકારીઓ છે તે અલગ બાબત છે.

આવી બધી માન્યતાઓ વચ્ચે અમદાવાદના ઝોન.૫મા ડીસીપી તરીકે ફરજ બજાવતા અચલ ત્યાગીની ધાક પણ ગુનેગારો પર ખૂબ મોટી છેે. તેનું જ્વલંત ઉદાહરણ તાજેતરમાં બહાર આવ્યું  ગુજરાતની એક નામચીન ગેંગનો ત્રાસ અને વધતી જતી ગુનાખોરી અંગે આ આઇપીએસ અધિકારી દ્વારા એ નામચીન ગેંગના બોસને પોતાના વિસ્તારમાં આવી લુખ્ખાગીરી કરવાની હિંમત દાખવનાર શખ્સને ખાસ તેડું મોકલ્યું. અચલ ત્યાગી સાહેબ બોલાવે છે તેવો મેસેજ મળ્યા બાદ એ કુખ્યાત ગેંગના બોસ ના મોતિયા મરી ગયા, પરંતુ તેમને મળવું જરૂરી હોવાથી ડરતો ડરતો ચેમ્બર સુધી મહા મુસિબતે ગયો પરંતુ અંદર ગયા બાદ જે બન્યું તે અકલ્પનીય છે,અચલ ત્યાગી હજુ કંઈ પૂછપરછ કરે તે પહેલા જ એ કુખ્યાત ગેંગના બોસનું પેન્ટ બગડી ગયું અને જાણે જુલાબ લીધો હોય તેમ પેન્ટ બગડી ગયું હતું તેવી ચર્ચા ચાલી રહી છે

(4:03 pm IST)